Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

મરચામાં મિલાવટ-શુધ્‍ધ ઘી અશુધ્‍ધઃ પ કિલો દાઝીયા તેલનો નાશ

મનપા દ્વારા કોઠારીયા રોડ વિસ્‍તારમાં ર૦ ખાણી-પીણી, ઠંડા-પીણા, ફરસાણ ઉત્‍પાદક પેઢીમાં ચેકીંગ : મરચા તથા ઘીના ૩ નમુના નાપાસઃ ફુડ શાખા દ્વારા મિકસ દુધ અને ડ્રીકીંગ વોટર બોટલના નમુના લેવાયા

રાજકોટ તા. ર૮: મનપા દ્વારા શહેરના વિવિધ ખાણી-પીણી બજારો, દુકાનો, મસાલા માર્કેટમાં ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. હાલ ઉનાળાની ઋતુ દરમિયાન આઇસગોલા, ઠંડા પીણાં, આઇસક્રીમ વગેરે ખાદ્ય ચીજોનો વ્‍યાપક પ્રમાણમાં વપરાશ થાય છે. જેને અનુલક્ષીને મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મહાનગરપાલિકા વિસ્‍તારમાં આવેલ ઠંડાપીણાં, આઇસક્રીમ, દૂધ તથા ફરસાણ વગેરેનું વેચાણ કરતી પેઢીમાં ચકાસણી કરતાં તપાસ દરમિયાન બિનઆરોગ્‍યપ્રદ સ્‍થિતિમાં સંગ્રહ કરેલ દાજિયું તેલ કુલ પ કિલો જથ્‍થો નાશ કરવામાં આવેલ.

ઉપરાંત ફૂડ સેફટીઓન વ્‍હીલ્‍સ વાન દ્વારા અવેરનેસ કામગીરી મોઢવણિક સમાજવાડી ખાતે સમર કેમ્‍પ અનુલક્ષીને ફૂડ સેફટી અવેરનેસ તેમજ ટેસ્‍ટિંગ નિદર્શન અંગેની કામગીરી કરવામાં આવી હતી, જેમાં અંદાજિત ૧પ૦ વ્‍યકિતએ માહિતી મેળવી હતી.

મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફટી ઓન વ્‍હીલ્‍સ વાન સાથે કોઠારિયા રોડ વિસ્‍તારમાં જેમાં કુલ ર૦ પેઢીની ચકાસણી કરવામાં આવેલ ચકાસણી દરમિયાન વેંચાણ થતાં ઠંડાપીણાં, આઇસક્રીમ તથા ફરસાણના ઉત્‍પાદન દરમિયાન ઉપયોગમાં લેવાતા ખાદ્ય તેલ વિગેરેના કુલ ર૦ નમુનાની સ્‍થળ પર ચકાસણી કરવામાં આવેલ તથા ૮ પેઢીને લાયસન્‍સ બાબતે નોટીસ આપેલ. સંતોષ સ્‍વીટ ફરસાણ-કોઠારીયા રોડ ખાતે દાજિયું તેલનો પ કિલો જથ્‍થો નાશ કરવામાં આવેલ.

ફુડ શાખા દ્વારા નાપાસ થયેલ નમુનાની વિગત પણ જાહેર કરવામાં આવી છે. જેમાં મરચુ આખું (લુઝ): ભાવેશભાઇ અરજણભાઇ વિકાણી, સ્‍થળઃ શ્રી રામ મસાલા ભંડાર-શ્રીરામ ઉમિયાજી મસાલા માર્કેટ આર.એમ.સી. આવાસ યોજના પાછળ, નાના મૌવા સર્કલ, રિઝલ્‍ટઃ સબસ્‍ટાન્‍ડર્ડ નાપાસ થવાનું કારણ-મરચાં તથા બીજના ભૂકાનું પ્રમાણ ધારાધોરણ કરતાં વધારે, શુધ્‍ધ ઘી (લૂઝ): કમલેશભાઇ હશમતરાય જોબનપુત્રા, સ્‍થળઃ શ્રી જય જલારામ ઘી ડેપો એસ. કે.ચોક મેઇન રોડ, રિઝલ્‍ટઃ સબસ્‍ટાન્‍ડર્ડ, નાપાસ થવાનું કારણ-વેજીટેબલ ઓઇલની હાજરી તથા શુધ્‍ધ ઘી (લૂઝ): જોબનપુત્રા બીરેન પિયુષભાઇ, સ્‍થળઃ જલારામ ઘી ડેપો-વિનાયક નગર, મવડી મેઇન રોડ, રિઝલ્‍ટઃ સબ સ્‍ટાન્‍ડર્ડ, નાપાસ થવાનું કારણ-વેજીટેબલ ઓઇલની હાજરી.

મહાનગરપાલિકા વિસ્‍તારમાંથી ફુડ સેફટી સ્‍ટાન્‍ડર્ડ એકટ ર૦૦૬ મુજબ ર નમૂનો લેવામાં આવેલ. જેમાં મિકસ દૂધ (લુઝ): સ્‍થળ-શિવ શકિત ડેરી, જાગનાથ પ્‍લોટ, એકલવ્‍ય હોલ પાછળ, બીસન્‍ટ પેકેજડ ડ્રીકીંગ વોટર (૧લી. પેકડ પેટ બોટલ) સ્‍થળઃ અલ્‍પેશભાઇ પ્રતાપભાઇ જોશી-લક્ષ્મીનગર મેઇન રોડ, કૈલાશ ડેરીની સામે, ઉત્‍પાદકઃ આકાશ બેવરેજીશ-આરટીઓ ઓફિસ સામે કંડલા બાયપાસ રોડ, ગામ-અમરેલી તાલુકો જિલ્લો-મોરબી ખાતેથી સેમ્‍પલ લેવાયેલ.

(3:28 pm IST)