Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

એચ.બી. મ્‍યુઝીકલ ગ્રુપ દ્વારા સોમવારે કરાઓકે પ્રોગ્રામ

રાજકોટ તા. ૨૮ : સત્‍યમ શિવમ સુંદરમ એચ.બી. મ્‍યુઝીકલ ગ્રુપ દ્વારા કરાઓકે મ્‍યુઝીકલ પ્રોગ્રામ તા. ૩૦ ના સોમવારે રાત્રે ૮ વાગ્‍યે પ્રમુખસ્‍વામી ઓડીટોરીયમ, રૈયા રોડ ખાતે  યોજવામાં આવેલ છે.

આ અંગે વિગતો વર્ણવતા મુખ્‍ય આયોજક હિતેષભાઇ ભટ્ટ અને તેમની ટીમે જણાવ્‍યુ હતુ કે આ કાર્યક્રમમાં જુના નવા ફિલ્‍મી ગીતો રજુ થશે. ૧૪ ગાયકો  એ. કે. સીંઘ, ડો. ભાવેશ જોષી, સુશીલ રાવલ, ડો. પરેશ શાહ, કમલ અનોવાડીયા, અલપેશ સોની, વર્ષા ઠકકર, હીના કોટડીયા, કાજલ જાની, જયોતિ ભટ્ટ, સુમન પટેલ, ભાવના જોગીયા, દેવ ભટ્ટ, ધ્રુવ જોગીયા દ્વારા કુલ ૩૦ થી ૩૨ ગીતો રજુ કરાશે.

કાર્યક્રમના મુખ્‍ય અતિથિ વિશેષ તરીકે પૂર્વ મેયર ડો. જૈમન ઉપાધ્‍યાય, એ.સી.પી.  પી. કે. ડીયોરા તેમજ તેમજ હરેશભાઇ જોશી, જયંતભાઇ ઠાકર, નરેન્‍દ્રભાઇ ડવ, મયુરસિંહ જાડેજા, અનિમેષભાઇ દેસાઇ, શ્રીમતી વર્ષાબેન એમ. રાણપરા, જયેશભાઇ ઉપાધ્‍યાય, સુરેશભાઇ મારૂ, ગૌરાંગભાઇ નાગડા, લીલતભાઇ ત્રિવેદી, ઘનશ્‍યામભાઇ રાવલ, અનવરભાઇ હાજી, મધુસુદનભાઇ ભટ્ટ, મુલચંદબાપુ, ચંદ્રકાંતભાઇ શેઠ, જીતેન્‍દ્રભાઇ શુકલા, સુનિલભાઇ શાહ, અશોકભાઇ ચંદ્રવાડીયા સહીત પ્રતિષ્‍ઠીત આગેવાનો ઉપસ્‍થિત રહેશે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા એચ.બી. મ્‍યુઝીકલ ગ્રુપના આગેવાનો અને કલાકારો નજરે પડે છે.

(3:23 pm IST)