Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

ચેક પાછો ફરતાં મૈસુરની પેઢી વિરૂધ્‍ધ રાજકોટ કોર્ટમાં ફરિયાદઃ આરોપીને સમન્‍સ

 

રાજકોટ તા. ર૮: અત્રે કોપર વાયરના પેમેન્‍ટ પેટે આપેલ ચેક રિટર્ન થતાં મૈસુરની પેઢી સામે ફરીયાદ થતાં કોર્ટે આરોપી સામે સમન્‍સ ઇસ્‍યુ કરેલ છે.

 

આ કેસની વિગત એવી છે કે, રાજકોટના સ્‍વાતી પાર્ક રોડ, કોઠારીયામાં ‘પરીશ્રમ એન્‍ટરપ્રાઇઝ'ના નામથી ચેતનભાઇ ધીરૂભાઇ સગપરીયા પ્રોપરાઇટર દરજજે કોપર વાયરનો ટ્રેડીંગનો ધંધો કરે છે.

 

આ કોપર વાયરનો માલ મંગાવવા કર્ણાટકના મૈસુર સ્‍થિત ‘સંતોષ ટ્રેડર્સ'ના પ્રોપરાઇટર મનોજકુમારે (ર૦ર/૪, એચ.ડી. કોટે રોડ, મૈસુર, કર્ણાટક) કોન્‍ટેક કરી કોપર વાયરનો માલ મંગાવવાનો ઓર્ડર આપેલો તે ઓર્ડર મુજબ ‘પરીશ્રમ એન્‍ટરપ્રાઇઝ'ની પેઢીએ રૂા. ૧,૬૪,૦ર૦/- અંકે રૂપિયા એક લાખ ચોંસઠ હજાર વીસ પુરાનો કોપર વાયરનો માલ મોકલાવેલ અને તે માલની રકમ ચુકવવા તેમણે ‘સંતોષ ટ્રેડર્સ'ના ખાતાવાળી ઉજવીવન સ્‍મોલ ફાઇનાન્‍સ બેંક, મૈસુર બ્રાંચનો ઉપરોકત રકમનો ચેક આપેલો હતો. જે ચેક ફરીયાદીએ તેમની પેઢીના ખાતા વાળી કોટક મહિન્‍દ્રા બેંક, કાલાવડ રોડ બ્રાંચ, રાજકોટમાં ડીપોઝીટ કરતા સદરહું ચેક બિન ચુકતે પરત ફરેલ હતો.

આમ ફરીયાદી પેઢીએ આ ચેક બિન ચુકતે પરત ફરતા આ કામના આરોપીને ઉપરોકત રકમ ચુકવી આપવાની નોટીસ મોકલાવેલી આમ છતાં રકમ ન ચુકવતા ફરીયાદી પેઢીએ તેમના વકીલ મારફત ધી નેગોશીયેબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટની કલમ ૧૩૮ હેઠળ આ કામના આરોપી અને ‘સંતોષ ટ્રેડર્સ'ના પ્રોપરાઇટર મનોજકુમાર સામે રાજકોટની સ્‍પેશીયલ નેગોશીયેબલ કોર્ટમાં ફોજદારી ફરીયાદ દાખલ કરતા નામદાર કોર્ટે સમન્‍સ ઇસ્‍યુ કરી હાજર થવા હુકમ કરેલ છે આ કેસમાં ફરીયાદી પેઢી તરફે વકીલ શ્રી અતુલ સી. ફળદુ રોકાયેલ છે.

(4:08 pm IST)