Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

હડાળા પાસે કારની ઠોકરે બાઇક ચડતાં પિતા-પુત્ર ફંગોળાઇ ગયાઃ પિતાનું મોત

ખંભાળીયાના ભરાણાથી હારૂનભાઇ હડાળા રહેતી દિકરીના ઘરે પુત્ર બોદુ સાથે આવી રહ્યા હતાં ત્‍યારે બનાવઃ પુત્ર બોદુ રાજકોટ સારવાર હેઠળ

 

રાજકોટ તા. ૨૮: ખંભાળીયાના ભરાણા ગામે રહેતાં હારૂનભાઇ જુસબભાઇ મોવર (ઉ.વ.૬૨) પોતાના પુત્ર બોદુ (ઉ.૨૮) સાથે રાજકોટના મોરબી રોડ પર આવેલા હડાળા ગામે રહેતી પુત્રી રેહાનાના ઘરે આટો દેવા આવી રહ્યા હતાં ત્‍યારે તેમના બાઇકને હડાળા પાટીયા પાસે અજાણી કારના ચાલકે ઉલાળતાં પિતા-પુત્ર બંને ફંગોળાઇ જતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ પિતા હારૂનભાઇનું મોત નિપજ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કુવાડવા પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર હારૂનભાઇ સાત ભાઇ અને ચાર બહેનમાં છઠ્ઠા હતાં અને નિવૃત જીવન જીવતાં હતાં. સંતાનમાં બે પુત્રી અને ત્રણ પુત્ર છે. બનાવથી પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો. બાઇક ચાલક પુત્ર બોદુ મોવર રાજકોટ સારવાર હેઠળ છે. પોલીસે અકસ્‍માત સર્જી ભાગી ગયેલા વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.

(4:07 pm IST)