Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

રાજકોટ લોહાણા મહાજન આયોજીત શ્રી રામકથામાં સાતમા દિવસની શ્રી રામકથાનું તાત્‍વિક દોહનઃ મુખ્‍ય અંશો

* રામકથા નદી છે, તેમાં રોજ નવું પાણી આવે છે.
* જીવન, મરણ, લાભ, હાની, જશ, અપજશ માનવીના હાથની વાત નથી, નિયતી છે.
* જીવનમાં આવતી ધૂપ-છાંવની વાસ્‍તવિકતાનો સ્‍વીકાર કરો.
* જેનો કોઇ હેતુ કે પરિણામ ન હોય તેની ચિંતા ન કરો.
* શ્રી રામના લઘુબંધુ ભરત વિવેકનું સર્વોત્તમ શિખર છે.
* માનવીને સુખ-દુઃખ બીજુ કોઇ નહિ, તેના કર્મો જ આપે છે.
* જીવનમાં બુરાઇઓ જતી રહેશે તો અચ્‍છાઇઓ આપોઆપ આવી જશે
* ભકિત એ પરમાત્‍મા પાસે પહોંચવાનો રાજમાર્ગ છે.
* ઉદાર હૃદય વિનાનો પૈસાદાર ભિખારી સમાન ગણી શકાય.
* મહાન ધ્‍યેયનું સર્જન મૌનમાં થાય છે.
* આત્‍મ વિશ્વાસનો અભાવ માનવીની મોટી કમજોરી છે.
* પ્રત્‍યેક નદીનો માર્ગ જુદો હોય છે, પણ સર્વ નદીઓનું લક્ષ્યસ્‍થાન એક જ હોય છે...સમુદ્ર
* ઇશ્વર સુખના સાધનો આપે તો અધિકાર ન સમજો, તેમાં પરમાર્થની ભાવના રાખો
* ભારદ્વાજના ઋષિ વિધાન પ્રમાણે, ભરત પ્રેમી નહિ, સ્‍વયં પ્રેમ છે.

 

(2:53 pm IST)