Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

રાત્રે રાજકોટમાં ગોંડલ ઓવરબ્રિજ આગળ યુવાનની લાશ મળી : માથા અને મોઢાના ભાગે ઇજાના નિશાન: સંજય સોલંકીની હત્યા

ગોકુલધામ પાસે રહેતા સંજય સોલંકીની નીલકંઠ ઇન્ડ્રસ્ટ્રીઝ પાર્કમાં હત્યા :સ્થાનિક પોલીસ સ્ટેશન , ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટના સ્થળે

રાજકોટ : રાત્રે રાજકોટમાં ગોંડલ ઓવરબ્રિજ આગળ પુરુષની લાશ મળી  છે જાણવા મળ્યા મુજબ રિદ્ધિ સિદ્ધિ સોસાયટી પાસેથી નીલકંઠ ઇન્ડ્રસ્ટ્રીઝ પાર્કમાં લાશ મળી છે લાશ કોથળામાં મળી હોવાનું જાણવા મળે છે મૃતકના માથા અને મોઢાના ભાગે ઇજાના નિશાન છે યુવક્ની હત્યા થયાની શંકા છે ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ સ્ટેશન , ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે

મૃતક યુવાન હાથમાં લકી છે, બ્રાઉન કલરનો ક્રીમ લાઇનિંગવાળો શર્ટ અને ડાર્ક કલરનું પેન્ટ પહેરેલ છે મૃત યુવાનના હાથ પર આયુશી લખેલ છે

પોલીસ તપાસમાં મૃતક યુવક ગોકુલધામ પાસે રહેતા  સંજય રાજુભાઈ સોલંકી હોવાનું ખુલ્યું છે

 

 

 

(12:38 am IST)