Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

રાજયમાં ગઇકાલે સૌથી વધુ ગરમ સેન્ટર બનતું રાજકોટ ૪૦.૭: ડીસા ૩૯.૮ ડીગ્રી

અન્ય શહેરોમાં ગરમીમાં ઘટાડોઃમહતમ સેન્ટરોમાં તાપમાનનો પારો ૪૦ ડીગ્રીથી નીચે પરંતુ અસહ્ય ઉકળાટ બફારાનો અનુભવ

રાજકોટ તા. ર૮: છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાં આંશિક ઘટાડા વચ્ચે અસહ્ય બફારા સાથે ઉકળાટનો અનુભવ થઇ રહ્યો છે. દરમિયાન ગઇકાલે રાજયમાં રાજકોટ શહેર ૪૦.૭ ડીગ્રી સાથે ગરમીમાં ટોચના સ્થાને રહ્યું હતું.

અન્ય શહેરોના ગરમીના આંકડા જાણીએ તો ડીસા ૩૯.૮, કંડલા એરપોર્ટ ૩૮.૮, ભાવનગર ૩૮.૬, ગાંધીનગર, ૩૮.પ, ભુજ ૩૮.ર, અમદાવાદ ૩૯, પોરબંદર ૩પ, વેરાવળ ૩૩.૮ અને વલ્લભ વિદ્યાનગરમાં ૩૮.૧ ડીગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન શાસ્ત્રીઓના જણાવ્યા મુજબ હાલ ૪૦ થી ૪ર ડીગ્રી આસપાસ મહતમ તાપમાન જોવા મળશે. ભેજનું પ્રમાણ દિન પ્રતિદિન રહેશે. જેથી અસહ્ય ઉકળાટ બફારાનો અનુભવ થશે.

દરમિયાન જામનગર શહેરમાં ગઇકાલે ૩૭.પ ડીગ્રી મહત્તમ તાપમાન સાથે ૧૪ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયા હતા.

(12:57 pm IST)