Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

કોરાના સંક્રમણ વધ્યુ છે ત્યારે પછાત વિસ્તારોમાં મેડિકલ ચેકઅપ કરાવો

મ.ન.પા.નું આરોગ્ય તંત્ર આળસ ખંખેરેઃ ગાયત્રીબા વાઘેલા

રાજકોટ તા. ર૮ : શહેરમાં કોરોનાના દર્દીઓ વધે છે. ત્યારે મ.ન.પા.ના તંત્રએ પછાત વિસ્તારોમાં મેડીકલ ચેક-અપ કરવુ જરૂરી બન્યુ છે તેવી માંગ પ્રદેશ કોંગ્રેસના મહિલા પ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ મ્યુ.કમિશ્નરને આવેદનપત્ર પાઠવીને ઉઠાવી છે.

આ રજુઆતમાં ગાયત્રીબાએ જણાવ્યું છ કે સમગ્ર રાજયમાં છેલ્લા દિવસોથી કોરોના પોઝીટીવની સંખ્યા વધવા પામી છે હાલ સખત લોકડાઉન હોવા છતાં લોકલ ટ્રાન્સમિશના કારણે કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે ત્યારે રાજયના અગ્રસવિ આરોગ્ય વિભાગ ગુજરાતમાં૯૦% વિસ્તારોમાં મેડિકલ તપાસ થઇ હોવાની વાત જણાવે છે. પરંતુ રાજકોટ શહેરને લાગેવળગે છે ત્યાં સુધી ખાસ કરીને શહેરના પછાત સ્લમ અને ઝૂપડપટ્ટી વિસ્તારોમાં મ.ન.પા. દ્વારા આરોગ્યને લગતી કોઇ મહત્વની કામગીરી થઇ હોય તેવું જણાતું નથી. કયાંક છુટા છવાયા વિસ્તારોમાં ફોગીંગના ધુમાડા સિવાય વિશેષ કાર્યવાહી થઇ હોય તેવું દેખાતુ નથી.સ્લમ અને પછાત તેમજ આજીનદીના છેવાડાના વિસ્તારોમં તેમજ શહેરના મોટા વોંકળાઓની આજુબાજુમાં વિસ્તારોમાં આજે પણ એટલીજ ગંદકી જોવા મળે છે ત્યારે આ વિસ્તારોમાં સઘન સફાઇ ઝૂંબેશ હાથ ધરવા આવા વિસ્તારોને અને ખાસ કરીને જયાં ઝૂપડપટ્ટી અને વસ્તીના દ્રષ્ટિએ ગીચતા વધારે છે તેવા વિસ્તારોમાં ફોંગીંગની સાથે-સાથે ડી.ડી.ટી.પાવરનો છંટકાવ અને સંપૂર્ણ સેનીટાઇઝશન કરવામાં આવે તેની સાથે-સાથે આરોગ્યની અલગ-અલગ ટીમો બનાવી શહેરના આવા પછાત સ્લમ અને વસ્તીની દ્રષ્ટિએ ગીચતા ધરાવતા વિસ્તારોમાં ડોર ટુ ડોર મેડીકલ ચેકઅપ કરવામાં આવે અને આની સંપૂર્ણ વિગતો પણ ક્રમશઃ જાહેર કરવામાં આવે.

જો આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવશે તો જ હવે પછીના તબકકામાં જે લોકલ ટ્રાન્સમિશનના કારણે આ રોગચાળો વધુ વકરતાની દહેશત છે તેની સામે નકકર કામગીરી થઇ શકશે અને આ પ્રકારના પોઝીટીવ કેસોને શોધી આ પ્રકારના વિસ્તારોને શોધી સંપૂર્ણ કોરોનટાઇન કરી શકાશે  અને કોરોના સંક્રમણ વધતુ અટકશે.

(3:56 pm IST)