Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

'પપ્પા નાઈ નાઈ કલીને આવો' દિકરીના આ શબ્દો મારા માટે હિંમતના ટોનીક સમાન છેઃ ધર્મેશભાઇ બાવળીયા

કોરોના હોટસ્પોટ જંગલેશ્વરમાં કાનપરના મલ્ટી પર્પઝ હેલ્થવર્કરે ઙ્ગલોક જાગૃતિની કરી મલ્ટી પર્પઝ કામગીરી

'' પરિવર્તન એ સંસારનો નિયમ છે પરંતુ કોવીડ -૧૯ના કારણે થયેલા પરિવર્તનને કારણે સમગ્ર વિશ્વ વ્યથિત છે. તેમ છતાં હિંમત હાર્યા વગર, દેશસેવાની ફરજ ચુકયા વગર કોરોનાના સંક્રમણને ખાળવા છેલ્લા બે મહિનાથી દિવસ-રાત એક કરીને આરોગ્યકર્મીઓ પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે.

 ગુજરાતમાં કોરોનાનો પગપેસારો થયો નહોતો ત્યારે કોઈને અંદાજો નહોતો કે કોરોનાનો પહેલો કેસ રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાંથી આવશે. ત્યારથી લઈને આજદિન સુધી જંગલેશ્વરમાં કોરોનાને નાથવા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર્સ પોતાના જીવની પરવા કર્યા વગર લોકોની તન-મન-ધનથી મલ્ટી પર્પઝ કામગીરી કરી છે. જંગલેશ્વરમાંથી કોરોના અન્ય વિસ્તારમાં ન ફેલાય તે માટે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર્સોએ પોતાના મુળ કાર્યક્ષેત્રને બદલે જંગલેશ્વરમાં પોતાની ફરજ બજાવી છે. અને હાલ બજાવી પણ રહ્યા છે.  આવા જ એક આરોગ્ય કર્મી છે જસદણ તાલુકાના કાનપર પી.એચ.સી કેન્દ્ર ખાતે ફરજ બજાવતા દ્યર્મેશભાઈ બાવળીયા. જેમણે જંગલેશ્વરમાં લોકજાગૃતિની મલ્ટી પર્પઝ કામગીરી કરી છે.

  ડોઢ વર્ષની દિકરીની કાલીદ્યેલી વાતોને ફરજ દરમિયાન યાદ કરતાં સંસ્મરણોને તાજા કરતાંમલ્ટી પર્પસ હેલ્થ વર્કર્સ દ્યર્મેશભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, ' જયારેફરજ નિભાવીને ધરે પરત ફરતો ત્યારે મને જોઈને દિકરી કહેતી કે 'પપ્પા નાઈ નાઈ કલીને આવો' સાવચેતીના ભાવ સાથે કહેલી દિકરીની આ નિખાલસવાત એ મારા માટે હિંમતના ટોનીક સમાન છે. દરેક આરોગ્ય કર્મી પોતાના પરિવારથી દૂર રહીને સમાજના અનેક પરિવારોના જીવનું રક્ષણ કરે છે. આજે જંગલેશ્વર એ અમારો બીજો પરિવાર છે.

 હોટ સ્પોટ એરિયા જંગલેશ્વરમાં પોતાની કામગીરીના અનુભવોની કળશ ઠલવતા ધર્મેશભાઈએ વધુમાં કહ્યું હતું કે,  કોરોનાની કામગીરીના શરૂઆતના દિવસોમાં તો ફ-૯૫ માસ્કની સુવિધા પણ ઉપલબ્ધ નહોતી. તેમ છતાં ફરજને પ્રાધાન્ય આપવું અમારું પહેલું કર્તવ્ય છે. કોરોનાને મ્હાત આપવા અમે લોકોને રોગપ્રતિકાર શકિત વધારવાની માહિતી આપતા. લીંબુ સરબત, ગરમ પાણીનું સેવન કરવાની સલાહ આપતા. કોરોનાના સંક્રમણથી કેમ બચી શકાય તેની જાગૃતિ આપતા. મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર્સ ભાઈઓ દ્વારા સોશ્યલ ડિસ્ટન્સીંગના નિયમનું પાલન કરવું, માસ્ક પહેરવું, સેનેટાઈઝરનો વારંવાર ઉપયોગ કરવો જેવી બાબતોથી લોકોને અવગત કરવાની કામગીરી નિભાવી છે.

 પોતાના મુળ કાર્યક્ષેત્ર કાનપર ગામના પી.એચ.સી કેન્દ્રમાં સુચનો અને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવતું હતું. કાનપર ગામના સરપંચ દ્વારા પણ કોરોના વાયરસને કારણે કામકાજ વગર દ્યરની બહાર ન નીકળવું, સોશ્યિલ ડિસ્ટન્સીંગ રાખવું જેવી માહિતી ગ્રામજનોને આપવામાં આવે છે. એ જ કારણ છે કે ગામના વડીલજનોની વાતને સમજીને દ્યણાં ગામોમાં કોરોનાના કેસ આવ્યા નથી. તેમ ધર્મેશભાઈએ જણાવ્યું હતું.

 આજે કોરોનાના સંક્રમણને નાથવા ધર્મેશભાઈની જેમ અનેક આરોગ્ય કર્મીઓ પોતાના પરિવારજનોથી અલીપ્ત રહીને પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે જેથી કોરોનાથી સૌને સુરક્ષિત રાખી શકાય. આ સર્વે આરોગ્ય કર્મીઓની દેશસેવા અને જનસેવાને ભારતનો દરેક નાગરિક આજીવન યાદ રાખશે તેમાં કોઈ બેમત નથી.

  આલેખન -

પ્રિયંકા પરમાર

પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ

(3:55 pm IST)