Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

શાપર-વેરાવળના ઓનલાઇન છેતરપીંડીના કેસમાં આરોપીની રીમાન્ડ રદ : જામીન પર

રાજકોટ, તા. ર૮ :  રાજકોટના શાપર (વેરાવળ)ના ચકચારી સાયબર ક્રાઇમ તથા ઓનલાઇન ચિટીંગના ગુન્હાના કામે પકડાયેલા આરોપીના ૩ દિવસના રીમાન્ડ નામંજુર કરી જામીન પર મુકત કરવા કોટડાસાંગાણી જયુ.મેજી. ની કોર્ટે હુકમ કર્યો હતો.

બનાવની હકિકત એવી છે કે ફરીયાદીને તા. ર૧-પ-ર૦ર૦ના રોજ સવારે પેટીએમમાંથી બોલું છું તેવો ફોન આવેલ અને ફરીયાદીને કેવાયસી અપડેટ કરાવવાનાં હેતુસર ટીમવ્યુઅર કવીકસ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરવાનું કહેલ જે ફરીયાદી દ્વારા એપ્લીકેશન ડાઉન લોડ કરતા ફરીયાદીનો ફોન તથા સમગ્ર ડેટા હેક થઇ ગયેલ. ત્યારબાદ ફરીયાદીના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપડી ગયેલ અને જુદા જુદા મોબાઇલ નંબરના બીલ તથા ઇલકેટ્રીક વીજ બીલ ભરેલ હતા. ફરીયાદીએ આ જુદાા જુદા નંબર ઉપર નોન કરી તપાસ કરી ત્યારે શાપર વેરાવળમાં પટેલ આઇડીયા કેરના માલીક ડાર્વિન મનસુખભાઇ માંકડીયા દ્વારા આ બીલ ભરવામાં આવેલ ત્યારબાદ પોલીસ તપાસ કરતા આ ડાર્વિન મનસુખભાઇ માંકડીયા તથા અમીતસિંગ દરિયાસિંગ માનની રાજકોટ એલ.સી.બી. પોલીસે ધરપકડ કરી તા. ર૪-પ-ર૦ર૦ના રોજ કોટડાસાંગાણી કોર્ટમાં રીમાન્ડ માંગવા અર્થે રજુ કરેલ. ત્યારબાદ રાજકોટના વકીલ શ્રી મેઘરાજસિંહ ચુડાસમા આરોપી ડાર્વિન મનસુખભાઇ માંકડીયા વતી રજુ થતા ના. કોર્ટમાં દલીલો તથા સુપ્રિમ કોર્ટના જજમેન્ટ રજૂ કરતા અદાલત દ્વારા દિવસ-૩ના રીમાન્ડ નામંજુર કરી આરોપીને રૂ. ૧૦,૦૦૦/- ના જામીન પર મુકત કરાવેલ હતા. આ કામે આરોપી તરફે રાજકોટના યુવા વકીલ શ્રી મેઘરાજસિંહ એમ. ચુડાસમા તથા કૃણાલ એન. દવે (કે.ડી.) રોકાયેલ હતા.

(2:55 pm IST)