Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

માસ્ક વગર ચાર, કર્ફયુ ભંગના બે, દુકાન ખુલ્લી રાખનારા પાંચ અને ડબલ સવારી નીકળેલા ચાર સહિત પ૬ ઝડપાયા

રાજકોટ તા. ર૮ : કોરોના માહામારીને કારણે અમલી બનાવાયેલા લોકડાઉનમાં સવારે આઠથી સાંજના ચાર સુધી વેપાર ધંધા ચાલુ રાખવાની છુટ અપાઇ છે. તેમજ સાંજે સાતથી સવારના સાત સુધી કર્ફયુંનું પાલન કરવા આદેશ કરાયો છે ઉપરાંત ડબલ સવારીમાં ટુ વ્હીલરમાં નિકળવા પર પણ પ્રતિબંધ છે. આમ છતાં નિયમોનો ભંગ થતો રહે છે. પોલીસે સાંજે સાત પછી બહાર નિકળનાર, ડબલ સવારીમાં, દુકાન ખુલ્લી રાખનારા વેપારી તથા માસ્ક પહેર્યા વગર નીકળનારા સહિત પ૬ લોકોને પકડી કાર્યવાહી કરાઇ છે.

એડીવીઝન પોલીસે ત્રીકોણબાગ પાસેથી માસ્ક પેહર્યા વગર નિકળેલા કૃત્નજ વીનોદભાઇ મહેતા, ભરત ચીમનભાઇ રાણપરા અને કર્ફયુ ભંગ કરનાર દિનેશ ગોવિંદભાઇ સરૈયા તથા મહિલા કોલેજ અંડરબ્રીજ પાસેથી ભાવીન મુકેશભાઇ ચંદારાણા, વિજયસિંહ રવુભા રાઠોડ તથા બાબુસિંગ માધુસિંગ યાદવ, અજય સુખરામભાઇ રાણાજી, કપીલ અનીલભાઇ તન્ના, આશીફ વલીમહંમદભાઇ છુવારા, તથા જયુબેલી બાગ પાસે આવેલ ભાવેશ મેડીકલ સ્ટોર્સ નામની દુકાન પૂર્વ પરવાનગી વગર અને કર્ફયુ સમય પહેલા બંધ કરવા માટે બે વખત જણાવતા છતા ખુલ્લી રાખનાર ભાવેશ નટવરલાલ સોમૈયા સામે કાર્યવાહી કરી હતી તથા બી ડીવીઝન પોલીસે કુવાડવા રોડ ડીમાર્ટ પાછળ ઉધમસિંહ ટાઉનશીપ નીચે આવેલી દુકાન ખુલ્લી રાખનાર દીવ્યરાજસિંહ પ્રવિણસિંહ જાડેજા, ગ્રીનલેન્ડ ચોકડી પાસે કાઠીયાવાડી પાન નામની દુકાન ખુલ્લી રાખનાર કમલેશ ધીરૂભાઇ સુદાણી કુવાડવા રોડ ડીમાર્ટ પાસે દુકાન ખુલ્લી રાખનાર અજય પોપટભાઇ ત્રાડા તથા પેડક રોડ સર્કલ પાસેથી રોહીત મંછાભાઇ રાઠોડ, કેસરી હિન્દ પુલ પરથી બબલુ ઉર્ફે કમલેશ શીવરાજસિંહ ચૌહાણ, કુવાડવા રોડ ડીમાર્ટ પાસેથી કીશન બીપીનભાઇ રાજ, કુવાડવા રોડ એંસી ફુટ રોડ પરથી જેન્તી નાગજીભાઇ  મોરાણીયા, ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી વિશાલ પંકજભાઇ ગુપ્તા તથા થોરાળા પોલીસે ભાવનગર રોડ સામેથી કરણ કિશનભાઇ સોલંકી, ચુનારાવાડ ચોક પાસેથી શાહરૂખ રજાકભાઇ કાદરી, ભાવનગર રોડ પરથી જીજ્ઞેશ દિનેશભાઇ વાઘેલા, શૈલેષ ભુપતભાઇ મેણીયા તથા ભકિતનગર પોલીસે કોઠારિયા રોડ પરથી જીજે-૩ કેએસ-૬૩૦ર નંબરના એકસેસ પર ડબલ સવારી નિકળેલા આકાશ હરેશભાઇ સરેલીયા, રહીમ કાસભાઇ દલ, કેદારનાથ સોસાયટીમાંથી અનીષ રફીકભાઇ આમરોણીયા, હાર્દિક અમુભાઇ ડાંગર, કુવાડાવ રોડ પોલીસે બેડીગામ પાસેથી વિનોદ વશરામભાઇ સોરઠીયા, અમરશી નાથાભાઇ હાડા, કાના સોમાભાઇ મકવાણા, સલીમ રઝાકભાઇ શેખ, હુસેન જમાલભાઇ બાબીયા, સંગ્રામ લાધાભાઇ પલાળીયા, રવી જયંતીભાઇ સાધરીયા, ભરત ભીમજીભાઇ સાધરીયા, જયેશ ભુપતભાઇ ઉકેળીયા, બુધા બોધાભાઇ કિહલા, હિતેશ તેજાભાઇ ફાંગલીયા, જીવરાજ રામભાઇ કંટેસીયા, તથા આજીડેમ પોલીસે પોલીસ સ્ટેશન સામેથી હરેશ દેવાયતભાઇ બોરીચા, પીન્ટુ શંકરભાઇ સીંધલ, તથા માલવીયાનગર પોલીસે કે.કે.વી.હોલ ચોક, પાસેથી નીરવ દીનેશભાઇ કુબાવત, વિજય ગોગનભાઇ વિસપરા, વિમલ લીંબાભાઇ દેસાઇ, તથા પ્રનગર પોલીસે કોલસાવાડી સર્કલ પાસેથી પરાગ વિજયભાઇ બાવરીયા, તથા ગાંધીગ્રામ પોલીસે જામનગર રોડ બજરંવાડી ચોકી સામેથી સીકંદર ઇબ્રાહીમભાઇ બેલીમ, મહુંમદ સીદીકભાઇ સુમરા, હનુમાનમઢી ચોકમાંી રશ્મીકાંભાઇ હીરાલાલભાઇ ધાંધા, રૈયા રોડ અંબીકા કોમ્પ્લેક્ષ પાસેથી પ્રણાવ અશોકાભઇ ત્રીવેદી, જાવેદ મહંમદ કરીમભાઇ સાલેડા, માનવેન્દ્રસિંહ જયરાજસિંહ ઝાલા, તથા તાલુકા પોલીસે એ.જી.ચોક પાસે રૂડાનગર પાસે આવેલી માહી દૂધ પાર્લર ખુલ્લી રાખનાર અભયસિંહ દશુભાઇ બારડ, કાલાવડ રોડ જડુસ હોટલ પાસેથી નીહાર અશોકભાઇ રાદડીયા, જયકિશોરભાઇ ભાલાળા, તરૂણ જયંતીભાઇ ઉંધાડ તથા ધ્રુવ કિશોરભાઇ ભાલાળાની ધરપકડ કરી હતી.

(2:52 pm IST)