Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

મનહર પ્લોટમાં વણિક શખ્સ કલ્પીત કામદારે પારકી પરિણિતાને કહ્યું-હું તને પ્રેમ કરું છું, કિસ કરવી છે!

બે વર્ષ પહેલા જેને ત્યાંથી ટિફીન મંગાવી જમતો તેની પાસે ગઇકાલે ફરીથી પહોંચ્યો : પરિણીતાએ દેકારો મચાવતાં ભાગી ગયોઃ પોલીસ સુધી વાત પહોંચતા ગુનો નોંધી વણિક શખ્સની ધરપકડ કરી

રાજકોટ તા. ૨૮: મનહરપ્લોટમાં દવાની ઓફિસમાં બેસી કામ કરતાં વણિક શખ્સે અગાઉ બે વર્ષ પહેલા પોતે જેને ત્યાંથી ટિફીન લઇને જમતો હતો એ પરિણીતાના ઘરે જઇ ફરીથી ટિફીન ચાલુ કરાવવું છે તેવી વાત કર્યા બાદ તે એકલી હોવાનું જાણી-હું તને પ્રેમ કરું છું, મારે તને કિસ કરવી છે...તેમ કહી બિભત્સ માંગણી કરતાં દેકારો મચી ગયો હતો. મામલો પોલીસ સુધી પહોંચતા ગુનો નોંધવામાં આવ્યો છે.

બનાવ અંગે એ-ડિવીઝન પોલીસે ૨૩ વર્ષિય પરિણીતાની ફરિયાદ પરથી મનહરપ્લોટ-૧૦માં માર્કેટીંગની ઓફિસમાં નોકરી કરતાં  અને જામનગર રોડ એફસીઆઇ ગોડાઉન પાસે અમી હાઇટ્સ પાછળ રહેતાં કલ્પીત દિપકભાઇ કામદાર (ઉ.૨૯) નામના વણિક શખ્સ વિરૂધ્ધ આઇપીસી ૩૫૪ (એ) મુજબ ગુનો નોંધ્યો છે.

ભોગ બનનાર પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારા પતિ, સાસુ, બાળકો સાથે રહુ છું અને ઘરકામ કરુ છું. પતિ પ્રાઇવેટ નોકરી કરે છે. હું બે વર્ષ પહેલા ઘરે બેઠા ટિફીન બનાવી લોકોને આપવાનું કામ કરતી હતી. એ વખતે દિપક કામદાર અમારા ઘરેથી ટિફીન લેવા આવતો હતો. બુધવારે બપોરે હું ઘરે હતી ત્યારે કલ્પીતે ઘરના દરવાજા પાસે આવી મને બોલાવતાં હું શેરીમાં જતાં તેણે ટિફીન ફરીથી ચાલુ કરવું છે તેવી વાત કરી હતી. એ પછી પુછ્યું હતું કે-ઘરમાં કોઇ છે કે નહિ? આથી મેં કહેલું કે બધા કામ માટે બહાર ગયા છે.

આ સાંભળી કલ્પીતે 'હું તને પ્રેમ કરુ છું મારે તને કિસ કરવી છે, મને કિસ કરવા દે' તેમ કહેતાં હું ગભરાઇ ગઇ હતી અને ખુબ જ ગુસ્સે થઇ જતાં તે ત્યાંથી ભાગી ગયો હતો. સાંજે મારા પતિ આવતાં મેં વાત કરતાં પોલીસને ફોન કર્યો હતો અને પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ નોંધાવી હતી.

એ-ડિવીઝન પીઆઇ સી. જી. જોષીની રાહબરીમાં એએસઆઇ આર. આર. સોલંકીએ ગુનો નોંધી આરોપી કલ્પીત કામદારની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

(12:58 pm IST)