Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

રાજકોટ - મુંબઇ ફલાઇટનો પ્રારંભ : મુસાફરોનું કડક ચેકીંગ : ૭૦ મુસાફરો આવ્યા : ૩પ મુંબઇ પહોંચ્યા

રાજકોટ : લોકડાઉનને કારણે બંધ રહેલા રાજકોટ-મુંબઇ હવાઇ સેવા આજથી શરૂ થઇ છે, બરોબર ૬૪ દિવસ બાદ રાજકોટ એરપોર્ટ ધમધમ્યુ હતું. આજે સવારે ૮ વાગ્યે સ્પાઇસ જેટની પહેલી ફલાઇટ ૭૦ મુસાફરોને લઇ આવી પહોંચી હતી, વિમાનમાંથી ૩-૩ ફૂટના અંતરે ૧૦-૧૦ લોકોને ઉતરવા દેવાયા હતા, તો ૧૦-૧૦ લોકોને જ એન્ટ્રી અપાઇ હતી, જનાર-આવનાર તમામ મુસાફરોનું માસ્ક-સેનેટાઇઝર, સોશ્યલ-ડીસ્ટન્સ તથા મેડીકલ સંદર્ભે સીવીલ હોસ્પીટલ-કોર્પોરેશનની આરોગ્ય ટીમો-ડોકટરો દ્વારા કડક ચેકીંગ કરાયું હતું, આવેલા ૭૦ મુસાફરોના સામાનનું પણ ચેકિંગ કરાયું હતું, આજે આવનાર ૭૦ મુસાફરોમાં નાના બાળકોને લઇને ગૃહિણીઓ પણ રાજકોટ આવી પહોંચી તે તસ્વીરમાં નજરે પડે છે, સ્પાઇસ જેટ તથા એરપોર્ટના અધિકારીઓ દ્વારા બોર્ડીંગ પાસ અને મેઇન એન્ટ્રીમાં ફરજીયાત સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરાવતા જણાય છે, જનાર દરેક મુસાફર અને સામાનનું વેબ ચેકીંગ પણ કરાયું હતું.  એરપોર્ટ સત્તાવાળાના ઉમેર્યા પ્રમાણે ૭૦ મુસફારો આવ્યા તે તમામ ૧૪ દિવસ કોરોનટાઇન રહેશે, રાજકોટથી ૪૦ મુસાફરોનું બૂકીંગ હતું પરંતુ ૩પ ગયા છે, પ મુસાફરોએ ટિકિટ રદ કરાવી હતી. તસ્વીરમાં મુસાફરોનું તમામ સ્તરે થઇ રહેલું ચેકીંગ અને સવારે ૮-૩૦ વાગ્યે ફલાઇટ રવાના થઇ તે ઇન્સેટમાં જણાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(11:36 am IST)