Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

માધાપર-મુંજકા-કુવાડવા સહિત પાંચ ગામો માટે પાણીનો માસ્‍ટર પ્‍લાન : કાલે ‘રૂડા' બોર્ડ લીલીઝંડી આપશે

રાજકોટ, તા. ર૮ : રૂડા એટલે કે રાજકોટ અર્બન ડેવલપમેન્‍ટ ઓર્થોરીટી દ્વારા આસપાસના પાંચ ગામો માટે પાણીનો માસ્‍ટર પ્‍લાન બનાવાયો છે જેને આવતીકાલે મળનાર રૂડાની બોર્ડ બેઠકમાં લીલીઝંડી અપાશે.

આ અંગે રૂડાના સી.ઇ.ઓ. પરિમલ પંડયાએ અકિલાને જણાવ્‍યું હતું કે, રાજકોટની બાજુબાજુમાં આવેલા માધાપર, કુવાડવા, મુંજકા, મોટા મવા, આણંદપર વગેરે ગામો માટે પાણીની યોજનાનું આયોજન છે જે કાલથી બોર્ડ બેઠકમાં મંજૂરી અપાશે.

આ ઉપરાંત રૂડાની ૩૧૮ કરોડની આવક સામે ર૪૮ કરોડના ખર્ચના હિસાબોને પણ કાલની  બોર્ડ બેઠકમાં બહાલી અપાશે.

શ્રી પંડયાના જણાવ્‍યા મુજબ રૂડાને મળેલ ર૪૮ કરોડની ગ્રાન્‍ટમાંથી વિવિધ વિકાસ કામો હાથ ધરાઇ રહ્યા છે જેને કાલની બેઠકમાં બહાલી અપાશે. (

(5:01 pm IST)
  • ભારતીય વાયુસેના માટે રશિયા પાસેથી એસ-400 ટ્રિમફ વાયુરક્ષા મિસાઈલ ખરીદવા માટે કિંમત બાબતે વાતચીત પૂર્ણ :સોદો અંદાજે 40,000 કરોડમાં નક્કી થયાના અહેવાલ :હવે બન્ને દેશો અમેરિકાના કાનૂનના પ્રાવધાનોથી બચવાના તરીકા શોધી રહ્યાં છે :આ સોદાની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે ઓક્ટોબરમાં થનાર વાર્ષિક શિખર સંમેલનમાં થવાની શકયતા છે . access_time 11:32 pm IST

  • ગત યુપીએ સરકારની પરિયોજનાનો શ્રેય લેવા બાગપત ગયા પરંતુ શેરડીના ખેડૂતો પર ધ્યાન ન આપ્યું :કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર કર્યો પ્રહાર access_time 7:15 am IST

  • મોટી રકમ પહોંચાડવાના આક્ષેપ કૈરાના પેટાચુંટણીઃ આઝમખાને બીજેપી પર લગાવ્‍યો મુસ્‍લિમ મત ખરીદવાનો આરોપ access_time 4:59 pm IST