Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

૧ જાન્‍યુઆરી ર૦૧૯ના ૧૮ વર્ષ પૂરા થાય તેને લોકસભાની ચૂંટણીમાં મતાધિકાર

તા. ૧ સપ્‍ટેમ્‍બરથી મતદાર યાદી સુધારણા અભિયાન

રાજકોટ, તા. ર૮ ચૂંટણી પંચ દ્વારા સુધારણા અભિયાન શરૂ થશ જેને તા. ૧ જાન્‍યુઆરી ર૦૧૯ના રોજ ૧૮ વર્ષ પૂરા થનાર છે તેવા નાગરિકો ચૂંટણી પંચના નીતિ નિયમો મુજબ મતદાન યાદીમાં પોતાનું નામ ઉમેરાવી શકાશે. નામ ઉમેરવા, કમી કરવા તેમજ સુધારણા કરવાની પ્રક્રિયા ૧ સપ્‍ટેમ્‍બરથી થશે. તા. પ જાન્‍યુઆરીએ પૂરવણી મતદાર યાદી પ્રસિદ્ધ થશે. લોકસભાની ચૂંટણી એપ્રિલમાં આવી રહી છે તેથી આવતી ૧ જાન્‍યુઆરીએ ૧૮ વર્ષ પૂરા કરનાર નાગરિકોને મતદાનનો અધિકાર મળી શકશે. ગઇ તા. ૧ જાન્‍યુઆરીએ ૧૮ વર્ષ પૂરા થઇ ગયા હોય અને મતદાર તરીકે નામ નોંધણી બાકી હોય તેને નામ નોંધણી માટે તક આપવા તમામ બી.એસ.ઓ.ને તા. ૧ જૂનથી ર૦ દિવસ સુધી ઘરે-ધરે જઇને પ્રક્રિયા કરાવવા ચૂંટણી પંચે આદેશ આપ્‍યો છે. તા. ૧ જાન્‍યુઆરી ર૦૧૯માં જેને ૧૮ વર્ષ પૂરા થનાર છે તેવા નાગરિકોની યાદી પણ બી.એલ.ઓ.ની મુલાકાત વખતે તૈયાર થઇ જશે.

(4:53 pm IST)