Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

ગટરના પાણીનું શુધ્ધિકરણઃ ઉદ્યોગો, બગીચા, ફાયર બ્રિગેડમાં ઉપયોગ

નવી વોટર રીસાઇકલીંગ પોલીસી જાહેર કરતા મુખ્યમંત્રી રૂપાણી : બાંધકામમાં પણ વપરાશે : સીધો માનવ સંપર્ક હોય તેવા કામોમાં રીસાઇકલીંગ પાણીનો ઉપયોગ નહિ : થર્મલ પાવર પ્લાન્ટમાં આવુ પાણી ફરજિયાત

રાજકોટ તા.૨૮: રાજય સરકારની નવી વોટર રીસાયકલીંગ પોલીસી (ગટરના શુધ્ધ કરેલ પાણીના પુનઃઉપયોગની નીતિ) મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જાહેર કરી છે. તે મુજબ આવતા દિવસોમાં ઉદ્યોગો, બાંધકામ, બગીચા, ફાયરબ્રિગેડ વગેરેમાં આવા પાણીનો ઉપયોગ થશે.

સરકયુલેટ જાહેર કર્યુ છે. રાજયમાં હાલમાં ભૂગર્ભ ગટર યોજનાનું નેટવર્ક ૮ મહાનગરપાલિકા, ૧૬૨ નગરપાલિકા અને ૮૫ અર્બન વિસ્તારમાં ઉપલબ્ધ છે. આ ભૂગર્ભ ગટર યોજના ના નેટવર્ક થકી ગટરના પાણીનું એકત્રીકરણ કરી સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પહોંચાડવામાં આવે છે, જેના થકી આશરે ૨૬૦૦ એમ.એલ.ડી. જેટલું સિવેઝનું ગંદુ પાણી હાલમાં હયાત ૫૨ (બાવન) જેટલા સિવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ(STP) દ્વારા શુધ્ધ કરવામાં આવે છે. આ સીવાય, મહાનગરપાલિકાઓમાં ૨૦ એસટીપીના કામો આયોજન, પ્રગતિ હેઠળ છે.

વર્ષમા આશરે ૨૮૦૦ એમ.એલ.ડી. જેટલી શુધ્ધિકરણ ક્ષમતામાં વધારો થશે. આથી શુધ્ધિકરણ થયેલ પાણીનો આશરે ૫૦૦૦ એમ.એલ.ડી. જેટલો જથ્થો ઉપલબ્ધ થશે.

આથી શુધ્ધિકરણ થયેલ પાણીના પુનઃઉપયોગ કરવાની અને પાણીના સંસાધનોને વધુ સુદ્રઢ કરવાની એક મોટી તક ઉપલબ્ધ થશે. સરકારશ્રીની વિવિધ યોજનાઓ થકી ગટરના પાણીની એકત્રીકરણ વ્યવસ્થા અને શુધ્ધિકરણની ક્ષમતામાં વધારો થયેલ છે, જેને કારણે ગટરના શુધ્ધિકરણ કરાયેલ પાણીના પુનઃઉપયોગ અંગે વ્યાપક નીતિ જરૂરી છે. ગટરના પાણીનું વધુમાં વધુ એકત્રીકરણ અને શુધ્ધિકરણ કરી તેનો મહત્તમ પુનઃઉપયોગ કરી શકાય તે ધ્યેય સાથે 'ગટરના શુધ્ધ કરેલ પાણીના પુનઃઉપયોગ' અંગેની નીતિ તૈયાર કરવામાં આવેલ છે. આ રીતે શુધ્ધ પાણીના સ્ત્રોત(નર્મદાનું પાણી/સર્ફેસ સોર્સ અને ભૂગર્ભજળ સ્ત્રોત) પરની ભારણ ઘટાડી શકાય છે. વધુમાં, આ નીતિ અનુસાર ગટરના ગંદાપાણીનું શુધ્ધિકરણ કરી, તેનો પુનઃઉપયોગ આર્થિક સ્ત્રોત તરીકે કરી શકાય તેમ છે.

આજે સમગ્ર વિશ્વ, ભૂગર્ભજળ કે અન્ય  ઉપલબ્ધ જળસંસાધનોમાં પ્રદુષણ ઘટાડવા માટે, ગટરના ગંદા પાણીને શુધ્ધ કરી પીવાના પાણીના હેતુ સિવાયના અન્ય વપરાશ માટેના પુનઃઉપયોગને એક આદર્શ વૈકલ્પિક સ્ત્રોત તરીકે જુએ છે.

લક્ષયાંક

 તમામ સ્થાનિક સંસ્થાના વિસ્તારમાંં લઘુત્તમ ૮૦ ટકા કવરેજ ગટરના પાણીનૂં એકત્રીકરણ કરવું.

 એકત્રીત થયેલ ગટરના પાણીના ૧૦૦ ટકા જથ્થાનું નિર્ધારિત માપદંડો મુજબ શુધ્ધિકરણ કરવું.

 નીતીમાં જણાવ્યા મુજબની સમયમર્યાદામાં, દરેક શહેરી વિસ્તારમાં શુધ્ધ પાણીના કુલ વપરાશના ઓછામાંં ઓછા રપ ટકા જથ્થા જેટલું પાણીનું ગટરના પાણીનો શુધ્ધિકરણ કરી પુનઃ ઉપયોગ કરવો.

 ર૦રપ સુધીમાં ગટરના શુધ્ધિકરણ કરાયેલ પાણીના જથ્થાનો ૭પ ટકા પુનઃ ઉપયોગ કરવો.

 ર૦૩૦ સુધીમાં ગટરના શૂધ્ધિકરણ કરાયેલ પાણીના જથ્થાનો ૧૦૦ ટકા પુનઃ ઉપયોગ કરવો.

વપરાશકર્તા થર્મલ પાવર પ્લાન્ટ

સીવેજ ટ્ીટમેન્ટ પ્લાન્ટ કે નગરપાલિકા/સ્થાનિક સંસ્થાની હદથી પ૦ કિ.મી. અંતરની મર્યાદામાં આવેલ હોય તેવા થર્મલ પાવર પ્લાન્ટ(ટીપીપી) માં શુધ્ધિકરણ કરેલ પાણીનો ઉપયોગ ફરજિયાત.

ઔદ્યોગીક એકમો

સીવેજ ટ્રટમેન્ટ પ્લાન્ટ કે નગરપાલિકા/સ્થાનિક સંસ્થાની હદથી પ૦ કિ.મી.અંતરની મર્યાદામાં આવેલ હોય તેવા જીઆઇડીસી, સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ ઝોનમાં આવેલ ઔદ્યોગીક એકમો, ઔદ્યોગીક પાર્ક અને મોટા ઔદ્યોગીક એકમો જેમાં દૈનિક ઓછામાં ઓછું એક લાખ લિટર પાણી પીવાના ઉપયોગ સિવાયના અન્ય કામોના વપરાશમાં લેવાનું હોય ત્યાં શુધ્ધિકરણ કરેલ પાણીનો ઉપયોગ ફરજીયાત કરવાનો રહેશે.

જો કે, જયાં પાણીના વપરાશ દરમિયાન મનુષ્ય સાથે સીધો સંપર્ક થાય અથવા મનુષ્ય દ્વારા સીધી ઉપયોગમાં લેવાતી વસ્તુ પ્રોસેસ થતી હોય ત્યાં શુધ્ધીકરણ કરેલ પાણીનો ઉપયોગ કરવાનો રહેશે નહી. પરંતુ આવા એકમો દ્વારા માનવ સંપર્ક રહિત અન્ય ઉપયોગ (જેમ કે બાગ બગીચા, ટોઇલેટ કલશીંગ વગેરે) માટેશુધ્ધિકરણ થયેલ પાણીનો ઉપયોગ ફરજિયાત કરવાનો રહેશે.

બાંધકામ ક્ષેત્રે

 ટેન્કર ફીલીંગ પોઇન્ટ મારફત

 વિકસતા વિસ્તારોમાં શકય હોય તો અલાયદી પાઇપલાઇન નાખી ઉપયોગ.

વાણિજય સંકુલો અને સંસ્થાઓ :

મોટા વાણિજય સંકુલો અને સંસ્થાઓમાં માનવસંપર્ક રહિત વપરાશ જેમ કે ટોયલેટ ફલશીંગ, અગ્નિશ્યામક અને બાગ-બગીચામાં વપરાશ માટે ઉપયોગ

મ્યુનિસિપલ વપરાશ :

ઉદ્યાનો અને બગીચાઓની જાળવણી અને શહેરી લેન્ડસ્કેપિંગ વિકસાવવી.

તળાવો અને નદીઓનુંરીજયુવેશન.

ફાયરબ્રિગેડ વગેરે માટે પાણી પુરવઠો

શુધ્ધિકરણ કરેલ પાણીના કનેકશન

શુદ્ધકરણ કરેલ પાણીની ઉપલબ્ધતા થતા ઉપર મુજબના વપરાશકર્તાઓને મળતા શુદ્ધ પાણીનો પુરવઠો બંધ કરવામાં આવશે.

શુદ્ધિકરણ કરેલ પાણીનો પુનઃ ઉપયોગ કરી શકે તેવા વપરાશકર્તાઓને ધ્યાને લઇ 'શુધ્ધિકરણ કરેેલ પાણીના ઉપયોગ' ના પ્રોજેકટ બનાવવામાં આવશે  પ્રોજેકટ્સની સૈદ્ધાંતિક મંજુરી આપશે કામગીરી માટે કમીટી બનાવાશે.

(4:18 pm IST)