Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

રાજકોટ શહેર જિલ્લામાં રહેતા વિચરતી-વિમુકતી જાતિના ૨ હજાર પરિવારોને વસવાટ અર્થે જમીનના પ્લોટ ફાળવો

સમસ્ત રાવળ સમાજ યુવા સંગઠન દ્વારા કલેકટરને વિસ્તૃત રજુઆતઃ આવેદન પાઠવ્યું

શહેર જીલ્લાના સમસ્ત રાવળ સમાજે જમીનના પ્લોટ અંગે કલેકટરને આવેદનપત્ર પાઠવી સૂત્રોચ્ચાર સાથે દેખાવો કર્યા હતા. (તસ્વીરઃ સંદિપ બગથરિયા)

રાજકોટ તા.૨૮: શહેર જિલ્લા રાવળ સમાજ યુવા સંગઠનના ગોપાલ બોરીણા અને ૧૫૦ થી ૨૦૦ લોકોએ સૂત્રોચ્ચાર સાથે કલેકટરને આવેદન પાઠવ્યું. જિલ્લાના આજુબાજુના ઝુપડા બનાવીને રહેતા વિચરતી -વિમુકતી જાતિના રાવળ સમુદાયના લોકોને વસવાટ અર્થે પ્લોટ ફાળવવા માંગણી કરી હતી.

આ આવેદનમાં ઉમેર્યુ હતું કે, રાજકોટ શહેરમાં ગામના જિલ્લાની આજુબાજુ તાલુકાના છુટાછવાયા વિસ્તારમાં વિચરતી-વિમુકત જાતિના ૨૦૦૦ થી વધુ પરિવારો અસ્થાયી આવાસ (છાપરા કાચા ઢારીયા) બાંધીને રહે છે. આ પરિવારોને વંશ પરંપરાગત વ્યવસાય અથવા છુટક મજુરી કરીને પોતાનો ગુજારો કરે છે વર્ષોથી આ પરિવારો તદ્ન અમાનવીય કહી શકાય તેવી સ્થિતિમં રહે છે હવે આ પરિવારો સ્થાયી આવાસ ઇચ્છે છે તેમની પાસે પ્લોટ ન હોવાને કારણે તે શકય બનતુ નથી હાલમાં જયા છાપરાં બાંધીને રહે છે ત્યાથી કોઇપણ ખાલી કરાવે ત્યારે ઉચ્ચાળા ભરીને રહે છે મુળ જગ્યા માલીકીની નો હોવાને કારણે આ પ્રશ્ન થાય છે. આ સ્થિતિમાં અમને કાયમી આવાસ ના હેતુ પ્લોટ ફાળવાઇ તો તેમની સમસ્યાનું કાયમી સમાધાન શકય બને.

રાજય સરકારે વિચરતી અને વિમુકત જાતિઓની સ્થિતિ સમજી તેમને રહેણાંક અર્થે પ્લોટ ફાળવવાનો ઠરાવ કર્યો છે. આ પરિવારોને રહેણાક અર્થે પ્લોટ ફાળવાઇ તે માટેની આ સાથે માંગણી કરી રહયા છીએ આ પરિવારો પાસે આજુબાજુના ગામના તથા રાજકોટ સીટીના મતદાર કાર્ડ અને રેશનકાર્ડ, પણ છે.

આવેદન દેવામાં કમલેશ મછોયા, જયદેવ બોડા, નરેશ મેર, મુકેશ બોડા, દિપક ડાભી સહિતના જોડાયા હતા.

(4:17 pm IST)