Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

૩૧મીએ રાંદરડા તળાવે યજ્ઞ - નર્મદા કળશ પૂજન

રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરના તળાવો ખાતે યજ્ઞનું આયોજન : રાજકોટમાં યજ્ઞની તડામાર તૈયારીઓ : પદાધિકારીઓની સ્થળ મુલાકાત

રાજકોટ તા. ૨૮ : આગામી તા. ૨૮મીએ રાજકોટના રાંદરડા તળાવ ખાતે યજ્ઞ તથા નર્મદા કળશ પૂજનનું આયોજન મ્યુ. કોર્પોરેશન દ્વારા કરાયું છે. જેની તડામાર તૈયારીઓ શહેરના રાંદરડા તળાવ ખાતે ચાલી રહી છે જેનું નિરીક્ષણ આજે મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા કરાયું હતું.

આ અંગે મેયર ડો. જૈમન ઉપાધ્યાયના જણાવ્યા મુજબ રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયમાં તા. ૩૧ના રોજ નર્મદા કળશ પૂજન વિધિ તથા યજ્ઞ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ નર્મદા કળશ પૂજન તથા યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત રાંદરડા તળાવ ખાતે સ્થળ મુલાકાત પદાધિકારીઓ લઇ જરૂરી સુચનો કર્યા હતા.

આ તકે મેયર ડો. જૈમન ઉપાધ્યાય, કમલેશભાઈ મીરાણી, પુર્વ શહેર ભાજપ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, સાંસદશ્રી ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, કમિશનરશ્રી બંછાનિધિ પાની, ડી.એમ.સી. નંદાણી, ડી.એમ.સી. જાડેજા, સાસક પક્ષ દંડકશ્રી રાજુભાઈ અઘેરા, વોટર વર્કસ સમિતિ ચેરમેન દલસુખભાઈ જાગાણી, બાંધકામ સમિતિ ચેરમેન મુકેશભાઈ રાદડીયા, ગાર્ડન સમિતિ ચેરમેન  દેવુબેન જાદવ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, કોર્પોરેટર અશ્વીનભાઈ મોલીયા, અનિલભાઈ રાઠોડ, પરેશભાઈ પીપળીયા, દક્ષાબેન ભેસાણીયા, સજુબેન કળોતરા, પ્રમુખશ્રી સંજયભાઈ ગૌસ્વામી, પ્રભારી મંત્રી અશોકભાઈ લુણાગરીયા, ઘનશ્યામભાઈ કુગસીયા, શહેર ભાજપ અગ્રણી પરેશભાઈ પીપળીયા, મનસુખભાઈ જાદવ, અરવિંદભાઈ ભેસાણીયા, મ્યુ. સિટી એન્જીનીયર ચિરાગ પંડયા, ઝૂ સુપ્રીમ ટેન્ડર ડાઙ્ખ. હિરપરા, ગાર્ડન સુપ્રીમ ટેન્ડર ડો. હાપલીયા, આરોગ્ય એમ.ઓ.એચ. પંકજ પંડયા, પર્યાવરણ ઈજનેર પરમાર સાહેબ, આસિસ્ટન્ટ કમિશનર હર્ષદ પટેલ, કગથરા  વાસંતીબેન, સિટી એન્જીનીયર ગોહિલ તથા સંબધિત અધિકારીઓ ઉપસ્થિત રહેલ હતા.

(4:14 pm IST)
  • ૧લી જૂને વિશ્વની શ્રેષ્ઠતમ હવામાન આગાહી સિસ્ટમ્સ ખુલ્લી મૂકાશેઃ અતિ ખરાબ હવામાન (સિવીયર વેધર) સહિતની આગાહીઓ સચોટ કરી શકાશે : ૨૪-૪૮ કલાકમાં હવે કેરળના કાંઠે ચોમાસુ બેસી જશે : ૪૮ કલાકમાં કેરળ અને લક્ષદ્વીપમાં ધોધમાર - ભારે વરસાદની આગાહી access_time 10:33 am IST

  • યુપીની કૈરાના બેઠક ઉપર અનેક ઈવીએમ મશીનોમાં ગરબડી : ભારે ધમાલઃ વિવાદનો મધપૂડો છેડાયોઃ અનેક બુથો ઉપર ઈવીએમ મશીનો કામ કરતા નથીઃ સપા-આરએલડી પક્ષ દ્વારા ચૂંટણી પંચને ફરીયાદઃ મુસ્લિમ-દલિત વિસ્તારોમાં ખરાબ ઈવીએમ મશીનો બદલી દેવાતા નથીઃ ૧૭૫ પોલીંગ સ્ટેશન ઉપર ઈવીએમ-વીવીપેટ મશીનોમાં ગરબડી access_time 4:12 pm IST

  • ભારતીય વાયુસેના માટે રશિયા પાસેથી એસ-400 ટ્રિમફ વાયુરક્ષા મિસાઈલ ખરીદવા માટે કિંમત બાબતે વાતચીત પૂર્ણ :સોદો અંદાજે 40,000 કરોડમાં નક્કી થયાના અહેવાલ :હવે બન્ને દેશો અમેરિકાના કાનૂનના પ્રાવધાનોથી બચવાના તરીકા શોધી રહ્યાં છે :આ સોદાની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે ઓક્ટોબરમાં થનાર વાર્ષિક શિખર સંમેલનમાં થવાની શકયતા છે . access_time 11:32 pm IST