Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

પાવન પ્રસંગોના 'પુણ્ય' સાથે ભાગવતરસની 'ભકિત' છલકાશે

જસાણી પરિવારના આંગણે હરખની હેલીઃ પિતૃઓના મોક્ષાર્થે બુધવારથી કથાનો ધર્મભીના માહોલમાં આસ્થાભેર પ્રારંભ : પારસ સોસાયટી હોલમાં સતત ૭ દિ'ગુંજશે ધર્મનાદઃ વિરપુર હવેલીના મુખ્યાજીના પુત્ર દર્શનભાઇ જોષી વ્યાસાસને : કથા શ્રવણ સમય સવારે ૧૦ થી ૧૨-૩૦, બપોરે ૪ થી ૭-૩૦... : દરરોજ રાત્રે ભગવદ પ્રવચન સાથે રાસ ગરબાઃ પુર્ણાહુતિના દિવસે મહાપ્રસાદ...

રાજકોટ,તા.૨૮: શહેરમાં દરેક તહેવાર-ઉત્સવોમાં ઉજવણીનો આનંદ પ્રાપ્ત કરી લોકો ખુશીઓ અનુભવતા હોય છે, એવી જ રીતે ધાર્મિક ઉત્સવો માણીને ધન્યતા પ્રાપ્ત કરે છે ત્યારે પવિત્ર પુરૃષોતમ માસમાં પણ જસાણી પરિવાર દ્વારા યોજાનાર શ્રીમદ ભાગવત સપ્તાહ ભકિત યજ્ઞ સૌ ભાવિકોના દિલમાં પાવન પ્રસંગોના પુણ્ય સાથે સાથે ભાગવતરસની ભકિત છલકાવશે.

પવિત્ર પુરૃષોતમ માસમાં  શ્રધ્ધાળુઓ દ્વારા ઠેર-ઠેર વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવાઇ રહયા છેે ત્યારે એડવોકેટ યશવંતભાઇ જસાણી પરિવાર દ્વારા પુ. ત્રિલોકીભુષણલાલજી મહારાજ અને પુ. રણછોડદાસજી મહારાજની પ્રેરણા થકી અહૈતુક કૃપાથી સર્વ પિતૃઓના મોક્ષાર્થે શ્રી પ્રભુના વાંગમય સ્વરૃપ શ્રીમદ ભાગવત સપ્તાહ ભકિત યજ્ઞનો બુધવારે ધર્મભીના માહોલ વચ્ચે આસ્થાભેર પ્રારંભ થશે...જેમાં પોથીયાત્રા બપોરે ૪ વાગ્યે ઢોલનગારા, બેન્ડ વાજાના તાલે વાજતે-ગાજતે નિવાસસ્થાન,'નિધીવન' ૨-પ્રકાશ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ સ્કુલ સામે, કાલાવડ રોડ ખાતેથી નિકળી કથા સ્થળ પારસ સોસાયટી હોલ ખાતે પહોંચશે...જયાં વિરપુર હવેલીના મુખ્યાજીના પુત્ર દર્શનભાઇ મુકુંદભાઇ જોષી વ્યાસાસને બિરાજી સંગીતમય શૈલીમાં દરરોજ સવારે ૧૦ થી ૧૨-૩૦ અને બપોરે ૪ થી ૭-૩૦ દરમિયાન રસપાન કરાવશે.

કથા પારંભ પહેલા સવારે ૯ વાગ્યે હેમાદ્રીનો લાભ સૌ શ્રધ્ધાળુઓ લઈ શકશે.  છે...જયારે ગુરૃવારે સાંજે ૫ વાગ્યુે શ્રી કપિલ ભગવાન પ્રાગટય, શુક્રવારે સાંજે પ વાગ્યે શ્રી વામન અવતાર-શ્રી નૃસિંહ અવતાર  તથા શનિવારે બપોરે ૧૨ કલાકે શ્રી રામ જન્મોત્સવ, સાંજે પ વાગ્યે શ્રી કૃષ્ણ જન્મોત્સવ (નંદ મહોત્સવ), રવિવારે સાંજે પ કલાકે શ્રી ગોર્વધન ઉત્સવ-અન્નકુટ દર્શન તથા તા.૪થીએ સાંજે પ વાગ્યે શ્રી રૃક્ષ્મણી વિવાહ સહિતના વિવિધ ઉત્સવો ઉજવાયા બાદ તા.૫મીએ શ્રી પરિક્ષીત મોક્ષની ઉજવણી પછી સાંજે પ વાગ્યે પુર્ણાહુતિ થનાર છે...

અત્રે નોંધનીય છે કે, કથા દરમિયાન દરરોજ રાત્રે ૯-૩૦ થી ૧૧ સુધી શ્રી ભવગદ પ્રવચન-રાસ ગરબાનો પણ ભાવિકો લાભ લઇ શકનાર છે...પુર્ણાહુતિના દિવસે સાંજે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે...ધર્મોત્સવને સફળ બનાવવા એડવોકેટ યશવંતભાઇ જસાણી (મો.૯૮૨૪૨ ૧૪૩૨૮), ડો.મિતુલ યશવંતભાઇ જસાણી, પ્રતિક યશવંતભાઇ જસાણી અને જય કિરણભાઇ જસાણી સહિતના પરિવારના સભ્યો જહેમતશીલ છે...સૌ સગા-સ્નેહીજનો અને આમંત્રિતોને મંગલ-પાવનકારી અવસરનો સહપરિવાર લાભ લેવા ગો.વા. જમનાદાસ દામોદરદાસ જસાણી, લાભુબેન જમનાદાસ જસાણી, દિનેશભાઇ જમનાદાસ જસાણી, દક્ષાબેન ડી.જસાણી, યશવંતભાઇ જમનાદાસ જસાણી, ગીતાબેન વાય. જસાણી, અનિલભાઇ જમનાદાસ જસાણી, રક્ષાબેન એ. જસાણી, ગો.વા. કિરણભાઇ જમનાદાસ જસાણી, સંધ્યાબેન કે. જસાણી, પરેશભાઇ જમનાદાસ જસાણી અને ડિમ્પલબેન પી. જસાણી, પ્રિયંકાબેન પ્રતિકભાઇ જસાણી, ડો. અલ્પાબેન મિતુલભાઇ જસાણી સહિતના દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.

(4:14 pm IST)