Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

ગઢકામાં દારૂ પી સતત અશાંતિ સર્જતા ભાવેશ અને રામુ વિરૂધ્ધ ગ્રામજનો-આગેવાનોની રજૂઆત

તાકીદે કાયદાનું ભાન કરાવવા પોલીસ કમિશ્નરને વિસ્તૃત આવેદન

રાજકોટઃ ત્રંબા પાસેના ગઢકામાં રહેતાં  ગ્રામજનોએ પોલીસ કમિશ્નરને આવેદન પાઠવી આ ગામમાં અવાર-નવાર દારૂ પી ખેલ કરતાં અને મહિલાઓ સાથે ગાળાગાળી કરતાં ભાવેશ કેશુભાઇ મકવાણા તથા રામુ કાનજીમાઇ વિરૂધ્ધ આકરી કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે ૧૪/૧ના રોજ આ શખ્સોએ તોફાન કરતાં ગ્રામજનોએ કાર્યવાહી કરી હતી. હોસ્પિટલમાં દાખલ થઇને તેણે આરોપી તરીકે સરપંચ, ઉપસરપંચ અને અન્ય બે વ્યકિતના નામ લખાવી દેતાં પોલીસે ફરિયાદ નોંધી સરપંચ-ઉપસરપંચ સહિતના વિરૂધ્ધ કાર્યવાહી કરી હતી. આ શખ્સો અવાર-નવાર ગામમાં દારૂ પી ગમે તેને રંજાડે છે. ગ્રામજનોને ડરાવે, ધમકાવે છે. ગામમાં સતત આ શખ્સો અશાંતિનો માહોલ ઉભો કરી રાખે છે. તાજેતરમાં ગામના રાજુભાઇ આટકોટીયાની બેં ભેંસો ચારાઇ ગઇ હતી. આ ઘટનાના બે દિવસ પહેલા જ તેની સાથે દારૂ પીને આ શખ્સોએ માથાકુટ કરી હતી. આજીડેમ પોલીસમાં લેખિત ફરિયાદ પણ કરી છે. થોડા દિવસ પહેલા રમેશભાઇ મકવાણા પર પણ હુમલો કરાયો હતો. અમારું ગામ શાંતિપ્રિય છે અને સતત પોલીસના મિત્ર તરીકે વર્તન કરે છે. કાયદાને માન આપનારા લોકો અહિ વસે છે. ત્યારે સતત કારણ વગર અશાંતિ ઉભી કરનારા શખ્સો સામે પોલીસ આકરી કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવે તેવી માંગણી છે. રજૂઆતમાં તાલુકા પંચાયતના પૃથ્વીસિંહ જાડેજા, યાર્ડના વાઇસ ચેરમેન હરદેવસિંહ જાડેજા, તાલુકા પંચાયતના વિજયભાઇ દેસાઇ, નિર્મળભાઇ કુવાડીયા, જીતેન્દ્રભાઇ રાઠોડ, ચેતનભાઇ પાણ, ગઢકાના ચરપંચ કેયુરભાઇ ઢોલરીયા સહિતની આગેવાનીમાં મોટી સંખ્યામાં ગ્રામજનો મહિલાઓ જોડાયા હતાં.

(4:33 pm IST)