Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

મોરોકકોમાં ગ્રીન ઓલીવ આર્ટિસ્ટસ રેસીડેન્સીમાં પ્રો. વિભાવરી જાનીની પસંદગી

રાજકોટ, તા.૨૮: સિસ્ટર નિવેદિતા  સ્કૂલના પૂર્વ-વિદ્યાથીની અને યુ.એસ.એ. સ્થિત કેનસાર સ્ટેટ યુનિવર્સિટીની ઘી કોલેજ ઓફ આર્કિટેકચર, પ્લાનિંગ એન્ડ ડિઝાઇનના ઇન્ટિરીયર આર્કિટેચર એન્ડ પ્રોડકટ ડિઝાઇન વિભાગના એસોસિએટ પ્રોફેસર વિભાવરી જાનીની તાજેતરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના કલાક્ષેત્રના 'ગ્રીન ઓલીવ આટિસ્ટ્સ રેસિડેન્સી-મોરોકકો' માટે પસંદગી થતા ઠેરફેરની અભિનંદર વર્ષા થઇ રહી છે.

પ્રો. વિભાવરીબેન તા. ૦૯ જુલાઇ, ૨૦૧૮થી ૨૨ જુલાઇ, ૨૦૧૮ સુધી ટેટુન-મોરોકકો સ્થિત ગ્રીન ઓલીવ આટ્ર્સ રેસિડેન્સીમાં ભાગ લેશે. પ્રો. વિભાવરી જાની ગુજરાતી સુવિખ્યાત શિક્ષણસંસ્થા સિસ્ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલ-રાજકોટના સંસ્થાપકો અને કેળવણીકાર દંપતી શ્રીમતી ઉષાબહેન જાની અને ગુલાબભાઇ જાનીના સુપુત્રી છે. આ પૂર્વે તેઓ રોટરી ઇન્ટરનેશનલ તરફથી અમેરિકામાંથી 'પીસ ફેલો' તરસકે પસંદ થયાં હતા.

(4:10 pm IST)
  • મોટી રકમ પહોંચાડવાના આક્ષેપ કૈરાના પેટાચુંટણીઃ આઝમખાને બીજેપી પર લગાવ્‍યો મુસ્‍લિમ મત ખરીદવાનો આરોપ access_time 4:59 pm IST

  • ૧લી જૂને વિશ્વની શ્રેષ્ઠતમ હવામાન આગાહી સિસ્ટમ્સ ખુલ્લી મૂકાશેઃ અતિ ખરાબ હવામાન (સિવીયર વેધર) સહિતની આગાહીઓ સચોટ કરી શકાશે : ૨૪-૪૮ કલાકમાં હવે કેરળના કાંઠે ચોમાસુ બેસી જશે : ૪૮ કલાકમાં કેરળ અને લક્ષદ્વીપમાં ધોધમાર - ભારે વરસાદની આગાહી access_time 10:33 am IST

  • કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીના નવા ચૂંટાયેલા વિધાનસભ્ય એસ. એન. ગૌડાનું રોડ અકસ્માતમાં મૃત્ય : ગોવાથી બાગલકોટ જતા હતા ત્યારે એમની કારને નડ્યો ગંભીર અકસ્માત access_time 9:00 am IST