Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

ધો.૧૦ના પરિણામમાં મોદી સ્કુલના છાત્રોનો દબદબો

એ-૧ ગ્રેડ મેળવતા ૧૬૫, ૯૯.૯૯ પીઆર મેળવનાર ૩ અને બોર્ડ ટોપ ટેનમાં ૩૭ છાત્રો ઝળકયા * કે. રશ્મીકાંત મોદીના માર્ગદર્શનમાં કારકિર્દી ઘડતા છાત્રો

રાજકોટ, તા. ૨૮ : વર્ષ ૧૯૯૯થી રાજકોટ શહેરમાં શરૂ થયેલ - મોદી સ્કુલ તેના બોર્ડના પ્રથમ પરિણામથી જ રાજકોટમાં જ નહિં પરંતુ સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતમાં છવાઈ ગઈ છે.  શિક્ષણમાં સારી કારકિર્દી ઘડવી હોય, ભવિષ્યમાં મેડીકલ - એન્જીનિયરીંગમાં જવુ હોય કે એમાં પણ જો એનઆઈટી - આઈઆઈટીમાં કે ધીરૂભાઈ અંબાણી કે પેટ્રોલિયમ યુનિ. વગેરે જેવી આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ સંસ્થામાં પ્રવેશ મેળવવો હોય અથવા મેડીકલ, ડેન્ટલમાં ડોનેશન વગર પ્રવેશ મેળવવો હોય તો મા-બાપની પ્રથમ પસંદગી મોદી સ્કુલ હોય છે. મોદી સ્કુલમાં માત્ર બોર્ડની જ નહિં પરંતુ સાથો-સાથ GUJCET/NEET અને  JEE MAIN, JEE ADVANCEની તૈયારી કરાવવામાં આવે છે.

માર્ચ ૨૦૧૮ની ધો.૧૨ સાયન્સના પરિણામોમાં સમગ્ર રાજકોટ જિલ્લામાં એ-૧ ગ્રેડમાં ૭માંથી ૨ વિદ્યાર્થીઓ મોદી સ્કુલના, બોર્ડ ટોપટેનમાં ૫ વિદ્યાર્થીઓ ૯૯ પીઆર કે તેથી વધુ ૪૧ વિદ્યાર્થીઓ તથા ૯૦ પીઆર કે તેથી વધુ ૩૫૬ વિદ્યાર્થીઓ આ સાથે ગુજકેટ ટોપટેનમાં પણ ૫ વિદ્યાર્થીઓ ૯૯ પીઆર કે તેથી વધુ ૫૧ વિદ્યાર્થીઓ તથા ૯૦ પીઆર કે તેથી વધુ ૩૯૩ વિદ્યાર્થીઓ છે. નીટમાં ૬૦૦ કે તેથી વધુ માર્કસ - એવા અપેક્ષિત ૮ વિદ્યાર્થીઓ તથા જેઈઈ મેઈન-૨૦૧૮માં ૧૫૦ કે તેથી વધુ માર્કસ મેળવતા ૧૫ વિદ્યાર્થીઓ, જેઈઈ એડવાન્સ માટે કવોલીફાય ૧૫૯ વિદ્યાર્થીઓએ સમગ્ર ગુજરાતમાં મોદી સ્કુલનું ગૌરવ વધારેલ છે.

સમગ્ર ગુજરાતમાં જે સ્કુલમાંથી સૌથી વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ મેડીકલ - એન્જીનિયરીંગમાં જતા હોય તે મોદી સ્કુલના છે. તેના હજારો વિદ્યાર્થીઓ સમગ્ર ભારતમાં અને વિદેશમાં ખૂબ સારી કંપનીઓમાં ઉંચા પગાર મેળવી રહ્યા છે કે પોતાના સ્વતંત્ર વ્યવસાયમાં ખૂબ આગળ છે અથવા પોતાની ધીકતી પ્રાઈવેટ પ્રેકટીસ કરી રહ્યા છે. સાથોસાથ સમાજની સેવા પણ કરી રહ્યા છે. મોદી સ્કુલના સ્થાપક ડો. આર.પી. મોદી પોતે શિક્ષણની ગુણવતા સાથે બાંધછોડમાં માનતા નથી. તે શોર્ટકટમાં માનતા નથી. સખત પરિશ્રમમાં માને છે.  જેના ફળ સ્વરૂપે આ સ્કુલના તમામ સ્ટાફ અને પ્રિન્સીપાલશ્રીઓ આ જ પથ પર ચાલે છે. ધો.૧૦ એસએસસીના પરિણામો સમાજને સૌથી વધુ આકર્ષિક કરનારા હોય તેમાં મોદી સ્કુલના ૯૯.૯૯ પીઆર મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૩ રહી છે. બોર્ડ ટોપ ટેનમાં ૩૭ વિદ્યાર્થીઓ સાથે એ-૧ ગ્રેડ મેળવનાર ૧૬૫ વિદ્યાર્થીઓ છે.

દર વર્ષે ઘણા વિદ્યાર્થીઓ ૧૦૦માંથી ૧૦૦ માર્કસ પ્રાપ્ત કરતાં હોય છે. તેમાં પણ ધો.૧૦ના પરિણામમાં ૭ વિદ્યાર્થીઓએ ૧૦૦ માર્કસ મેળવેલ છે. તેમાં (૧) દુધાગરા ભવ્ય ગણિતમાં ૧૦૦માંથી ૧૦૦, (૨) કોટેચા ભૂમિ સામાજીક વિજ્ઞાનમાં ૧૦૦માંથી ૧૦૦ (૩) (એ) જોગીયા વંશ (બી) ખાતરા દેવાંશ (સી) હજારે આયુષ (ડી) ચંદ્રવાડીયા દૃષ્ટિ (ઈ) કોઠારી હેત્વી એમ કુલ ૫ વિદ્યાર્થીઓ સંસ્કૃતમાંથી ૧૦૦માંથી ૧૦૦ માર્કસ મેળવેલ છે. સ્કુલ તેના પરિણામમાં દર વર્ષે પોતાના જ જૂના વિક્રમો તોડી નવા વિક્રમોની હારમાળા સર્જે છે.

સવસાણી ધ્રુવી ડી.

પીઆર- ૯૯.૯૯: પીઈઆર- ૯૭.૫૦ ટકા

જયારથી મોદી સ્કૂલનું નામ સાંભળ્યું ત્યારથી મોદી સ્કૂલ મારામાં વસેલી છે. પહેલા ધોરણથી મારી સફર ચાલુ થઈ ધો.૧૦ સુધીના અનુભવો ન ભૂલાય એવા છે. અહીંયા સુધી પહોંચવા પાછળનો શ્રેય માતા- પિતા, મોદીસર, સ્કૂલ મેનેજમેન્ટ અને શિક્ષકો છે. મારે શું વાંચવું તેનું પ્લાનિંગ મારે કરવાની જરૂર જ રહેતી નથી. તેનું પ્લાનિંગ પહેલેથી જ અમારી સ્કૂલ અપાવે છે. 'ડે ટુ ડે' વિકલી એકઝામ, પ્રીલીમ, ડાઉટ સોલ્વીંગ દરેક તબક્કે શિક્ષકોનું માર્ગદર્શન મને અહીં સુધી પહોંચવા માટે મદદરૂપ બાબત રહી છે.

પેથાણી શ્રેય એમ.

પીઆર- ૯૯.૯૯: પીઈઆર- ૯૭.૧૭ ટકા

ધો.૧૦એ ધો.૧૧ અને ધો.૧૨માં પ્રવેશ મેળવવા માટે મહત્ત્વનું હોય છે. એમ માનીને જ અમારા બધા વિષય શિક્ષકોએ અમને ખૂબ જ સારી તૈયારી કરાવી હતી. મોદી સ્કૂલના શિક્ષકોએ હંમેશા અમને મૂંઝવતા પ્રશ્નોનું સરસ રીતે સમાધાન કર્યુ હતું અને તેઓ અચૂકપણે અમારા નાના- નાના પ્રશ્નોને રસથી સોલ્વ કરાવતા. મોદી સ્કૂલની 'ડે ટુ ડે' સિસ્ટમથી પણ અમને ઘણો લાભ થયો છે. ડે ટુ ડે વર્કમાં દરરોજનું કાર્ય દરરોજ થઈ જતું હોવાથી સ્માર્ટ વર્ક થાય છે અને પરીક્ષાના દિવસોમાં નિશ્ચિત બનીને તૈયારી કરી શકીએ છીએ. મોદી સ્કૂલમાં નવેમ્બર મહિનાથી જ યુનિટ ટેસ્ટ અને ત્યાર બાદ પ્રિલિમ્સ શરૂ થઈ જાય છે. આ બધી પ્રિલિમ્સનાં પેપર એવા હોય છે કે જેથી બોર્ડની પરીક્ષાના પેપર અઘરા હોય તો પણ સહેલા લાગે છે.

ભીમાણી સાહિલ સી.

પીઆર- ૯૯.૯૯: પીઈઆર- ૯૬.૬૭ ટકા

હું મોદી સ્કૂલમાં દસ વર્ષથી ભણું છું. હું હાલમાં મોદી સ્કૂલમાં ધો.૧૧ સાયન્સમાં ગ્રુપ- બી લઈ મારી કારકીર્દિ બનાવવા ઈચ્છુ છું. હું મોદી સ્કૂલમાં ધો.૧૦ વિશે વાત કરું તો, અહિંયા વિકલી ટેસ્ટ, યુનિટ ટેસ્ટ અને ૭ પ્રિલિમ્સ થી મારા આત્મ વિશ્વાસમાં વધારો થયો. ખાસ કરીને મોદી સ્કૂલમાં આટલા બધા વિદ્યાર્થીની સફળતાનું કારણ આ સ્કૂલની બહુ જ મહત્વની અને વિશિષ્ટ એવી પદ્ધતિ એટલે 'ડે ટુ ડે' પદ્ધતિ. આ પદ્ધિત દ્વારા જ મને ખૂબ ફાયદો થયો. માત્ર હોંશિયાર જ નહીં પરંતુ બધા વિદ્યાર્થી પર પણ સરખું ધ્યાન આપવામાં આવે છે. સ્કૂલમાં ધ્યાન આપવામાં આવે છે. ભવિષ્યમાં હું સારો ડોકટર બની સમાજસેવા કરવા ઈચ્છું છું.

લાલવાણી તુષાર જે.

પીઆર :- ૯૯.૯૮

ધો.૧૦માં મને બધા શિક્ષકોએ ખૂબ દિલથી ભણાવ્યું. સ્કુલની ડે ટુ ડે સિસ્ટમથી રોજનું રોજ મોઢે થઈ જતું. તેથી પરીક્ષા સમયે બધુ ભેગુ ન થઈ જાય અને પરીક્ષા આપવામાં સરળતા રહે, ઉપરાંત સ્કુલ દ્વારા જે લીથા અને બીજુ વાંચન સાહિત્ય આપવામાં આવ્યુ તેનાથી મને ખૂબ લાભ થયો. આ ઉપરાંત સ્કુલના શિક્ષકો દરેક વિષયનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરાવે છે. જેથી પાઠ્યપુસ્તક ઉપરાંત બહારનું જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત પાઠ્યપુસ્તકની સાથે સ્વઅધ્યયન પોથી પણ શિક્ષકો કરાવે છે.

દવે કૃણાલ બી.

પીઆર :- ૯૯.૯૮

ડે ટુ ડે વર્ક તથા ૭ પ્રિલીમ્સ અને શિક્ષકોનું માર્ગદર્શન અને જે તે જરૂરી ટોપીક માટે પૂરતો સમય મળવાથી ખૂબ ફાયદો થાય છે. આ ઉપરાંત ઈત્તર પ્રવૃતિ અને વિવિધ પરીક્ષાથી ભણતર સરળ થાય છે. આ ઉપરાંત ઝીણવટથી પેપર ચેક થતાં હોવાથી આગળ જતા જે તે વિષયમાં ભૂલ રહેતી નથી. ખામી રહેતી નથી. આ ઉપરાંત એ.વી. રૂમ અને સ્માર્ટ કલાસ જેવા દૃશ્ય માધ્યમને લીધે પ્રત્યક્ષ જ્ઞાન મળે છે. તેનાથી પણ ભણતરમાં મદદ મળી છે. મોદી સ્કુલ વિશે મારો અભિપ્રાય છે કે અહિં અભ્યાસક્રમનું સંપૂર્ણ અને તલસ્પર્શી આયોજન અને અમલ કરાય છે.

રાણપરીયા પ્રણવ એમ.

પીઆર :- ૯૯.૯૮

હું ધો.૧ થી જ મોદી સ્કુલમાં અભ્યાસ કરૂ છું અને ધો.૧ થી જ આ સ્ુકલની અભ્યાસ કરાવવાની શૈલી, શિક્ષકોનું આયોજન મારી નજરોની સમક્ષ છે. ધો.૧૦માં લેવાતી બધી યુનિટ ટેસ્ટ અને પ્રિલીમ ટેસ્ટથી આખા કોર્સનું લગભગ ૨ થી ૩ વાર રિવીઝન થઈ જાય છે તથા યુનિટ ટેસ્ટમાં ૨ કે ૩ ચેપ્ટરની એકઝામ લેવાતી હોવાથી દરેક ચેપ્ટરનું ગહન રીતે રીવીઝન થાય છે તથા ગમે ત્યારે શિક્ષકો વિદ્યાર્થીઓના ડાઉટ સોલ્વ કરાવી જ દે છે તથા મોદી સ્કુલમાં પહેલેથી જ ગોખણપટ્ટી નહિં પણ કન્સેપ્ટ પર ભાર દેવામાં આવે છે. તેથી ગમે તેવા અઘરા પ્રશ્નો પણ કન્સેપ્ટના આધારે સોલ્વ કરી શકાય છે તથા બધી જ પ્રકારના અઘરા, મધ્યમ અને સહેલા પેપર્સની પરીક્ષા લેવામાં આવે છે. મારી સફળતાનો શ્રેય હું મારા શિક્ષકો અને મોદી સ્કુલને આપુ છું.

કોઠારી હેત્વી સી.

પીઆર :- ૯૯.૯૮

મારા સારા પરિણામમાં સૌપ્રથમ મારા માતા - પિતાનો ફાળો અને સ્કુલનું મેનેજમેન્ટ પણ એટલુ જ સારૂ છે. સ્કુલમાં વીકલી ટેસ્ટ અને પ્રિલીમીનરી ટેસ્ટ આ બધા પ્રકારની એકઝામ લેવાથી બધા વિષયનું પુનરાવર્તન બહુ સારી રીતે થતુ રહે છે. આથી બોર્ડ એકઝામમાં કોઈપણ પ્રકારની સમસ્યા થતી નથી. આ ઉપરાંત બધા શિક્ષકોનું યોગ્ય માર્ગદર્શન અને સાથ મળી રહે છે. કોઈપણ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે સ્કુલના સમય પછી પણ દરેક વિષયના શિક્ષકો પ્રોબ્લેમ/ ડાઉટ સોલ્વ કરાવે છે. ઉપરાંત સ્કુલનું ડે ટુ ડે વર્ક કરવાથી રીડીંગ પણ સારૂ થાય છે અને પરીક્ષામાં સારા માર્કસ આવે છે.

ઘેલાણી શુભમ બી.

પીઆર :- ૯૯.૯૮

મારી આ ઝળહળતી સફળતા માટે હું મારા માતા-પિતા, ભગવાન અને મારા શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનુ છું. દરરોજનો ૪ થી ૫ કલાકનો અભ્યાસ અને સફળતાના શિખરે પહોંચાડવામાં ખૂબ જ મદદરૂપ નીવડ્યો છે. મોદી સ્કુલની દરરોજની ફરજીયાત ડે ટુ ડે શિક્ષણ પદ્ધતિ, સતત માર્ગદર્શન પૂરૂ પાડતા શિક્ષકો ઉચ્ચ ગુણવત્તાવાળા પેપર સાથે સતત પરીક્ષા તથા સતત મળતુ રહેતુ પ્રોત્સાહન જેને કારણે હું આવી ઉચ્ચ સફળતા મેળવી શકયો છું. સતત લેવાતી પરીક્ષાઓ અને કડક રીતે થતા પેપર ચેકીંગને લીધે મારામાંથી બોર્ડની પરીક્ષાનો ભય દૂર થઈ ગયો હતો. મારા માતા-પિતા તથા સમગ્ર મોદી સ્કુલ પરીવાર કે જેમણે મને આ સફળતાના શિખરે પહોંચાડવામાં મદદ કરી છે તેમનો હું હૃદયપૂર્વક આભારી છું.

ગોરસીયા જય એન

પીઆરઃ૯૯.૯૮

 હુ મોદી સ્કુલનો આભારી છું જેમણે મને કેરીયરમાં મહત્તવના વર્ષ ધો-૧૦માં મારી આવડતને સરળ માગદર્શન આપી કારકીર્દીનું ઘડતર કયુંર્. મોદી સ્કુલ મારા માટે શ્રેષ્ઠ શાળા સાબિત થઇ. સમયસર કોર્ષ પુર્ણ કરાવીને રીવીઝન માટે તૈયારી કરાવી. પ્રિલીમનરી પરીક્ષાની પેપરસ્ટાઇલ, તેમાં થયેલી ભુલોને  સુધારવા શિક્ષકોની સલાહોનું અક્ષરસઃ પાલન, ફાઇનલ પરીક્ષામાં ખુબજ ઉપયોગી બન્યું. કલાસરૂમ આપવામાં આવતુ જ્ઞાન ખુબ જ મહત્વનું બની રહયું છે.

 રશિયા ધ્રુવ

પીઆરઃ૯૯.૯૮

હુ મારી શ્રેષ્ઠ સફળતા બદલ ભગવાનનો આભાર માનુ છુ. હુ મારી જાતને સારા અને સહકાર આપતા માતા-પિતા, મોદી સ્કુલના ટ્રસ્ટી ડોે. આર.પી.મોદીસર, પ્રિન્સિપાલશ્રીઓ , તથા શિક્ષકો મેળવવા બદલ ખુશનશીબ સમજુ છુ જેઓ એ આખા વર્ષ દરમિયાન માર્ગદર્શન પુરૂ પાડયું છેલ્લા ૪ મહિનાઓમાં યુનિટ ટેસ્ટ, ડિઝાઇનર ટેસ્ટ અને પ્રિલિમ્સનાં પેપર લખતા હોવાથી મારી લખવામા ઝડપ વધી છે અને પ્રેઝન્ટેશનમાં પણ સુધારો આવ્યો. જેના કારણે હું બોર્ડમાં ખુબ સારા માર્કસ લાવી શકયો.

 ખત્રા દેવાંશી

પીઆરઃ૯૯.૯૮

 મને રાજકોટના સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાનો ભાગ હોવાનો મને ગર્વ છે. અહિના શિક્ષકો પોતાની જવાબદારી પ્રત્યે અને વિદ્યાર્થીઓના ઉજજવલ ભવિષ્ય માટે ખુબ જ વધારે સમર્પિત છે. દરેક વિદ્યાર્થીએ આવી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાનો આભાર માનવો જોઇએ જે તેઓના જીવનરુપી સફરને શરૂ કરવામાં મદદરૂપ થાય છે. મારી સફળતાનો શ્રેય મારા માતા-પિતા, મોદીસર, શિક્ષકો અને સ્કુલ મેનેજમેન્ટને આપુ છું . ભવિષ્યમાં હુ મોદી સ્કુલમાં ધો-૧૧-૧૨ સાયન્સનો અભ્યાસ કરી મારી કારકીર્દી બનાવવા ઇચ્છું છું.

(4:10 pm IST)