Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

ઝડપી ગતિની અર્થવ્યવસ્થાએ વિકાસને નવી દિશા આપી : વિજયભાઇ

રાજકોટમાં મળી ગયેલ બૌધ્ધિક સંમેલન : ડોકટર, વકીલ, સી.એ., વેપારી સહીતના પ્રબુધ્ધોની વિશાળ હાજરી

રાજકોટ : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી ભાજપની કેન્દ્ર સરકારને ચાર વર્ષ પૂર્ણ થયા છે ત્યારે વિવિધ કાર્યક્રમોના ભાગરૃપે અહીંના રાજશૃંગાર પાર્ટી પ્લોટ ખાતે એક બૌધ્ધિક સંમેલન યોજવામાં આવ્યુ હતુ. સંમેલનને સંબોધતા રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૃપાણીએ છેલ્લા ચાર વર્ષના શાસનમાં અમલમાં મુકાયેલ લોકોપયોગી યોજનાઓનો ચિતાર રજુ કર્યો હતો. તેમણે જણાવેલ કે નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત વિકાસનું વૈશ્વિક કેન્દ્ર બન્યુ છે. ઝડપી ગતિએ વધતી અર્થવ્યવસ્થાએ વિકાસને એક નવી દિશા આપી છે. છેલ્લા ચાર વર્ષોમાં નરેન્દ્રભાઇ મોદીના નેતૃવમાં ભાજપની સરકારે દેશનો સર્વાંગી વિકાસ કર્યો છે. દેશના વિકાસને નવી ગતિ, નવો આયામ મળ્યો છે ત્યારે આગામી ૨૦૧૯ ની ચુંટણીમાં પણ દેશની જનતા ભારતને સમગ્ર વિશ્વમાં એક નવું ભારત બનાવવા નરેન્દ્રભાઇ મોદીને સત્તારૃપી સિંહાસન પર ફરી આરૃઢ કરશે તેવો વિશ્વાસ વિજયભાઇએ આ તકે વ્યકત કર્યો હતો. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં યોજાયેલ આ બૌધ્ધિક સંમેલનમાં સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઇ કુંડારીયા, શહેરના પ્રભારી પુષ્પદાનભાઇ ગઢવી, ભાજપ અગ્રણી ધનસુખ ભંડેરી, નિતીન ભારદ્વાજ, ડો. જૈમન ઉપાધ્યાય, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, રાજુભાઇ ધ્રુવ, ભીખાભાઇ વસોયા, કિશોરભાઇ રાઠોડ, ભાનુબેન બાબરીયા, ઉદય કાનગડ, ડો. વલ્લભભાઇ કથીરીયા, નેહલ શુકલ, કાશ્મીરાબેન નથવાણી, ઉદ્યોગ અગ્રણી રમેશભાઇ ટીલાળા, ગુણુભાઇ ડેલાવાળા, મુકેશભાઇ દોશી, વી. પી. વૈષ્ણવ, સુજીત ઉદાણી, કૌશિકભાઇ શુકલ, નલીનભાઇ વસા, શિવલાલભાઇ રામાણી, મહેશભાઇ ચૌહાણ, સંજયભાઇ ટાંક, દિલીપભાઇ પટેલ, અનિલભાઇ દેસાઇ, અરવિંદભાઇ પટેલ, ડો. અતુલ પંડયા, ડી. વી. મહેતા, રાજુભાઇ દોશી, અવધેશ કાનગડ વગેરે ઉપસ્થિત રહેલ. સમગ્ર સંમેલનને સફળ બનાવવા શહેર ભાજપ કૌષાધ્યક્ષ અનિલભાઇ પારેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી, કાર્યાલય પરિવારના રામભાઇ પટેલ, પ્રવિણભાઇ ડોડીયા, રમેશભાઇ જોટાંગીયા, રાજુભાઇ કુંડલીયા, પંકજભાઇ ભાડેશીયા, સમીર પરમાર, કૃણાલ પરમાર, હરેશ ફીચડીયા, ચેતન રાવલ, રાજન ઠકકર, વિજય મેર, નલહરીભાઇ વગેરેએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર સંચાલન શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઇ માંકડે અને અંતમાં આભારવિધિ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઇ કોઠારીએ કરી હતી. જયારે વિશેષ વ્યવસ્થા વિક્રમ પુજારા, મયુર શાહે સંભાળી હતી.

 

(4:08 pm IST)