Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

શાપર-વેરાવળના માસુમ હેતના અપહરણ અને હત્યા કેસની તપાસ એસઓજીને સોંપાઈ

રાજકોટઃ. શાપર-વેરાવળના કોળી પરિવારના માસુમ પુત્ર હેત વાઢેર (ઉ.વ. ૪)ના અપહરણ અને હત્યા કેસની તપાસ એસઓજીને સુપ્રત કરવાનો આજે બપોરે રૂરલ એસ.પી. અંતરીપ સુદે હુકમ કરેલ છે. ચર્ચાસ્પદ આ હત્યા કેસની તપાસ માટે સ્થાનિક પોલીસ સહિત ૩ ટીમો બનાવાઈ હતી. જો કે પોલીસના અથાગ પ્રયત્ન છતા કોઈ મહત્વની કડી આ કેસમાં મળી નથી. એસઓજીને તપાસ સુપ્રત કરતા પીઆઈ જે.એસ. પંડયા તથા સ્ટાફે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

(4:07 pm IST)