Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

ઉત્કર્ષ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી વિમલ છાયાની દિકરી ચૈતાલી દ્વારા જન્મદિનની ભેટ

૧૦માં ૮૭ટકા અને ૯૮.૩૧પીઆર સાથે ઝળહળતો દેખાવ

રાજકોટઃ રાજકોટની અંગ્રેજી માધ્યમની નામાંકિત સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી વિમલભાઈ છાયાનામ જન્મદિવસ નિમિત્તે તેમની દિકરી ચૈતાલીએ તેઓને જન્મદિવસની કદી ન ભૂલી શકાય તેવી અમૂલ્ય ભેટ ધો.૧૦ના રીઝલ્ટમાં ઝળહળતો દેખાવ કરીને આપેલ છે. ચૈતાલીએ ધો.૯ અને ૧૦નો અભ્યાસ રાજકોટની ગુજરાતી માધ્યમની ખૂબ જ અગ્રેસર ભરાડ સ્કૂલમાંથી કરેલ છે. ચૈતાલી બાળપણથી જ સંગીત નાટક તથા અન્ય લલિતકલામાં ખૂબ જ રસરૃચી ધરાવે છે. તે માત્ર ૪ વર્ષની ઉંમરથી જ હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયનની તાલીમ મેળવી રહી છે. હાલ તે શાસ્ત્રરીય ગાયનની તાલિમ રાજકોટના ખ્યાતનામ અનવરભાઈ હાજી તથા કૌશરબેન હાજી પાસેથી તાલિમ મેળવી રહી છે. ઉપરાંત તેણે શાસ્ત્રીય ગાયનના વધારે સઘન અભ્યાસ માટે કલકત્તા સ્થિત ભારતના જાણિતા શાસ્ત્રીય ગાયક પદ્દમશ્રી અજય ચક્રવર્તી પાસે તથા મુંબઈ સ્થિત સુરોના સરતાજ ગણાતા પંડિત ભવદીપજી જયપુરવાલે પાસે શાસ્ત્રીય ગાયનના કઠિન પાઠ શીખી રહી છે. ચૈતાલીના માતા રૃપાબેન છાયા પણ રાજકોટની સરકારી એન્જિનિયરીંગ કોલેજમાં મિકેનિલક એન્જિનિયરીંગમાં પ્રોફેસર તરીકે સેવાઓ આપી રહ્યા છે. ચૈતાલીને ૯૪૨૯૦ ૯૬૯૨૩ પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. પોતાની સફળતાનો સમગ્ર શ્રેય ચૈતાલી મમ્મી- પપ્પા દ્વારા પુરું પાડવામાં  આવતું વાતાવરણ તથા ભરાડ સ્કૂલના સર્વે શિક્ષકો, પ્રિન્સીપાલશ્રી વિપુલસર તથા સુનિતા મેડમ અને ટ્રસ્ટીશ્રી જતિનભાઈ ભરાડ તથા શોભનાબેન ભરાડ દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શન આપે છે.

(5:15 pm IST)