Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

દુરંતો ટ્રેઇન દોડશેને સૌરાષ્ટ્રના વેપાર ધંધાને ગતિ મળશે : વિજયભાઇ રૂપાણી

રાજકોટ જંકશનથી અપાઇ લીલી ઝંડી : અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડતી સૌથી ફાસ્ટ ટ્રેઇન રાજકોટ સુધી લંબાવાઇ

રાજકોટ : નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી ભાજપની કેન્દ્ર સરકારને ચાર વર્ષ પૂર્ણ થયા છે તેના ભાગરૂપે સૌરાષ્ટ્ર ને દુરન્તો એકસપ્રેસ ટ્રેઇનનો લાભ અપાતા અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડતી સૌથી ફાસ્ટ ટ્રેઇન રાજકોટ સુધી લંબાવવામાં આવતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે લીલી ઝંડી આપી રાજકોટ રેલ્વે જંકશન ખાતેથી પ્રસ્થાન કરાવાયુ હતુ. મુખ્યમંત્રીશ્રીએ અહીં જણાવેલ કે આ ટ્રેઇનથી મુંબઇ આવવા જવા માટે સૌરાષ્ટ્રના લોકોની સુવિધામાં વધારો થશે. વેપાર ઉદ્યોગને વેગ મળશે. મેઇલ અને જનતામાં કાયમી ધોરણે જોવા મળતા વેઇટીંગની હાલાકી દુર થઇ જશે. દુરન્તો એકસપ્રેસને રાજકોટથી પ્રસ્થાન કરાવાયુ તે સમયે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઇ કુંડારીયા, શહેર પ્રભારી પુષ્પદાનભાઇ ગઢવી, ભાજપ અગ્રણી ધનસુખ ભંડેરી, નિતીન ભારદ્વાજ, ડો. જૈમન ઉપાધ્યાય, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, રાજુભાઇ ધ્રુવ, કિશોરભાઇ રાઠોડ, ભાનુબેન બાબરીયા, ઉદય કાનગડ, ડો. વલ્લભભાઇ કાથીરીયા, રમાબેન માવાણી, રામજીભાઇ માવાણી, કશ્યપભાઇ શુકલ, દિનેશભાઇ કારીયા વગેરે તેમજ રેલ્વે મંત્રાલયના વરીષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નં.૨,૩,૪,૫,૬,૭,૧૪ તેમજ ૧૫,૧૬,૧૭,૧૮ ના કાર્યકર્તાઓ પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વ્યવસ્થા શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ તથા વોર્ડ નં. ૩ ના પ્રભારી દિનેશભાઇ કારીયાએ સંભાળી હતી.

(4:01 pm IST)