Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

ફાયનાન્સ કંપની દ્વારા થયેલી ખોટી ફરિયાદમાં ન્યાય ન મળતાં વૃધ્ધ જગદીશભાઇ તન્નાનું ઉપવાસ આંદોલન

પોલીસ કમિશ્નર કચેરી બહાર ગાંધીગ્રામના લોહાણા વૃધ્ધની ગાંધીગીરી

રાજકોટઃ ફાયનાન્સ કંપની દ્વારા હેરાનગતી થયાની અને ખોટી ફરિયાદ કરી પરેશાન કરવામાં આવ્યાની તેમજ આ બાબતે અનેક રજૂઆતો છતાં કાર્યવાહી નહિ થયાની ફરિયાદ સાથે ગાંધીગ્રામના વૃધ્ધે પોલીસ કમિશ્નર કચેરી પાસે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન શરૂ કર્યુ છે. ગાંધીગ્રામ શાસ્ત્રીનગર રામાપીર ચોકડી પાસે રહેતાં અને કટલેરીની ફેરી કરી ગુજરાન ચલાવતાં લોહાણા વૃધ્ધ જગદીશભાઇ જમનાદાસ તન્ના (ઉ.૬૦)એ રજૂઆતમાં જણાવ્યું છે કે ૨૦૦૫માં મેં માસ ફાયનાન્સમાંથી રૂ. ૧૪૨૪૦ની રૂ. ૧૬૦ના એગ્રીમેન્ટ ચાર્જ સાથેની લોન લીધી હતી. આ લોન પેટે મેં ૨૦૦૯ સુધીમાં રૂ. ૨૭૨૬૫ ભરપાઇ કરી દીધા છે. લોન પુરી કવા છતાં મેં માસ ફાયનાન્સમાં આપેલા ચેક પરત માંગતા અપાયા નથી. ઉલ્ટાની મારા વિરૂધ્ધ ૨૦૧૩માં કોર્ટમાં ખોટી ફરિયાદ કરી ચેકમાં રૂ. ૨૪૪૦૨ રકમ લખી ચેક રિટર્નની ફરિયાદ કરાવી છે. આ કામ મારા પર ફાયનાન્સ કંપની દ્વારા થયું હોઇ મેં અવાર-નવાર ન્યાય માટે પોલીસ અધિકારીને રજૂઆત-ફરિયાદ કરી છે. પરંતુ આજ સુધી કોઇ કાર્યવહી થઇ નથી. ખોટા પુરાવા ખોટા એગ્રીમેન્ટ ઉભા કરી મને હેરાન કરાઇ રહ્યો છે. પાંચ વર્ષ સુધી હું કોર્ટમાં આવ-જા કરતો હતો. નામદાર કોર્ટએ જાહેર પણ કરી દીધુ છે કે માસ ફાયનાન્સ વતી જે એગ્રીમેન્ટ રજૂ થયું તેમાં કોઇની સહી નથી. એ પછી ૧૯/૪ના રોજ કાર્યવાહી કરવા મેં ફરિયાદ કરી હતી. પણ કોઇ કાર્યવાહી પોલીસે કરી નથી. આ ફાયનાન્સ કંપનીએ પોલીસ ખાતા ઉપર પણ આક્ષેપો કર્યા છે. બીજા લોકો ભોગ ન બને એ માટે થઇ ને મેં આજથી પોલીસ કમિશ્નર કચેરી પાસે પાણીના પરબ નજીક ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન શરૂ કર્યુ છે.

(3:59 pm IST)
  • ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહાએ મોદી સરકારના ચાર વર્ષ પુરા થવા પ્રસંગે પાર્ટીને નિશાને લીધી :શોટગને કહ્યું કે છેલ્લા ચાર વર્ષમાં ભાજપની ઉપલબ્ધી રહી છે માત્ર વાયદા વાયદા અને વધુ વાયદા કરવા : શત્રુઘ્ને ટ્વીટર પર લખ્યું કે મને એવો સવાલ પુછાઈ રહ્યો કછે કે મોદી સરકારની ચાર વર્ષની ઉપલબ્ધી શું છ? તો મારો જવાબ છે કે કામ નહીં પરંતુ માત્ર વાયદો કરવો : શત્રુઘ્નસિંહાએ કહ્યું કે તેની પાર્ટી વાયદા અને વાયદા અને માત્ર વાયદા કરવામાં સૌથી અવ્વલ નંબરની પાર્ટી બની છે. access_time 7:15 am IST

  • સાઉદી અરબ સહિતના દેશોનો સમાન વેચવા કતારે લગાવ્યો પ્રતિબંધ : સાઉદી અરબ સહિતના દેશોએ કતાર સાથે સબંધો તોડ્યાના એક વર્ષ બાદ દોહાએ પોતાને ત્યાં ઉપરોક્ત દેશોનો સમાન વેચવા રોક લગાવી છે : કતારે પોતાના દેશના દુકાનદારોને આદેશ કર્યો છે કે પોતાની દુકાનમાં સાઉદી અરબના નેતૃત્વવાળા દેશોનો સમાન હટાવી લ્યે : નિરીક્ષક દુકાનોની ચેકીંગ પણ કરશે. access_time 11:31 pm IST

  • તાપમાનનો પારો સતત ઉંચો : બફારો વધ્યો : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોમધખતા તાપથી જનજીવન અસ્તવ્યસ્ત access_time 4:01 pm IST