Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

અકસ્માત કેસમાં મહિલા આરોપીનો નિર્દોષ છુટકારો ફરમાવતી અદાલત

રાજકોટ તા. ર૮ : બેફીકરાઇથી વાહન ચલાવી અકસ્માત કરવામાં મહિલા આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કોર્ટ ફરમાવેલ હતો.

રાજકોટ શહેરનાં આજીડેમ પો.સ્ટેશનનાં ફરીયાદી વિજયભાઇ મનસુખભાઇ ગોહીલ રહે. આંબેડકરનગર શેરી નં.૧૩,૮૦ ફુટ કરોડ, રાજકોટવાળાએ ત્હોમતદાર આશાબેન મુકેશભાઇ બીજાણી રહે. કોઠારીયા સોલવંટ, હરીદ્વાર-ર, શેરી નં. ર, રાજકોટવાળા વિરૃધ્ધ આઇ. પી. સી. કલમ-ર૭૯,૩૩૭, મોટર વ્હીકલ એકટની કલમ-૧૩૪, ૧૭૭, ૧૮૪ થી એવી ફરીયાદ લખાવેલ કે, આરોપીએ પોતાના હવાલા વાળુ પ્લેઝર મો.સા. બેફીકરાઇથી, ગફલતભરી રીતે ચલાવી આવી ફરીયાદીના દાદા તથા ફરીયાદીને ચાલીને રોડ ક્રોસ કરતા હતા ત્યારે ફરીયાદીના દાદાને હડફેટે લઇ અકસ્માત કરી ઇજા કરી નાસી જતા ગુન્હો કરેલ હતો.

આ કેસ રાજકોટના જયુડી.મેજી. કોર્ટ સમક્ષ ચાલી જતા ફરીયાદ પક્ષ પોતાનો કેસ સાબીત કરવામાં નિષ્ફળ નિવડેલ હોય, તેમજ ફરીયાદીના સાહેદો, સાક્ષી, પંચો ફરીયાદીને સમર્થન આપી શકેલ ન હોય, આ કામના ત્હોમદારને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામના આરોપી આશાબેન મુકેશભાઇ બીજાણીવતી રાજકોટના ધારાશાસ્ત્રીશ્રી નિરવકુમાર કે. પંડયા, હર્ષા નિરવકુમાર પંડયા, નેહા કમલેશ રવીયા રોકાયેલા હતા.

 

(3:53 pm IST)
  • ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહાએ મોદી સરકારના ચાર વર્ષ પુરા થવા પ્રસંગે પાર્ટીને નિશાને લીધી :શોટગને કહ્યું કે છેલ્લા ચાર વર્ષમાં ભાજપની ઉપલબ્ધી રહી છે માત્ર વાયદા વાયદા અને વધુ વાયદા કરવા : શત્રુઘ્ને ટ્વીટર પર લખ્યું કે મને એવો સવાલ પુછાઈ રહ્યો કછે કે મોદી સરકારની ચાર વર્ષની ઉપલબ્ધી શું છ? તો મારો જવાબ છે કે કામ નહીં પરંતુ માત્ર વાયદો કરવો : શત્રુઘ્નસિંહાએ કહ્યું કે તેની પાર્ટી વાયદા અને વાયદા અને માત્ર વાયદા કરવામાં સૌથી અવ્વલ નંબરની પાર્ટી બની છે. access_time 7:15 am IST

  • કર્ણાટકનાં નવનિયુક્ત મુખ્યમંત્રી કુમારસ્વામીનું સ્ફોટક નિવેદન, કહ્યું કે "7 દિવસોમાં ખેડૂતોના દેવાં માફ ન કરું તો રાજીનામું આપીશ" access_time 4:35 pm IST

  • ગુજરાત બોર્ડ દ્વારા ધો. 10નું પરિણામ સવારે 5 વાગ્યે બોર્ડની વેબસાઈટ www.gseb.org તથા www.gipl.net પર જાહેર કરાયું : બોર્ડ દ્વારા સવારે વેબસાઈટ પર પરિણામ જાહેર કરાયા બાદ માર્કશીટ પણ સોમવારે જ આપી દેવાનું આયોજન : ધો.10ની માર્કશીટનું વિતરણ જિલ્લાના વિતરણ સ્થળોએ સવારના 11 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી કરવામાં આવશે : જે-તે સ્કૂલોએ વિતરણ સ્થળોએથી માર્કશીટ મેળવી લઈ વિદ્યાર્થીઓને આપવાની રહેશે. access_time 8:19 am IST