Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

ધો. ૧૦ના પરીણામમાં ધોળકીયા સ્‍કુલ આસમાને બોર્ડ ફસ્‍ટ ૧પ સહિત ટોપટેનમાં ૮૦ વિદ્યાર્થીઓ

વિદ્યાર્થીઓ-શિક્ષકો-વાલીઓ ભાવ વિભોર : કૃષ્‍ણકાંત-જીતુભાઇ ધોળકીયા ઉપર અભિનંદન વર્ષા... : હાથી ઉપર બેસાડી વીજય સરઘસ કાઢયું : એ-૧ કેટેગરીમાં ર૪૭ ઝળક્‍યા

ધોળકીયા સ્‍કુલ દ્વારા ઝળહળતી સફળતા બદલ વિજય સરઘસ કઢાયું તે  તથા બોર્ડમાં ઝળક્‍તા વિદ્યાર્થી ભાઇ-બહેનો નજરે પડે છે.

રાજકોટ, તા. ર૮ :  આજે બહાર પડેલા ધો. ૧૦ના પરીણામમાં રાજકોટની ગુજરાતમાં નંબર વન ઉપર બીરાજતી ધોળકીયા સ્‍કુલ ગ્રૃપે ફરી ડંકો વગાડી દીધો છે. સ્‍કુલ આસમાન ઉપર બીરાજી છે, ઝળહળતી સફળતા મેળવી હોવાનું એક યાદીમાં ઉમેરાયું હતું.

સ્‍કુલની યાદીમાં ઉમેરીયા મુજબ ધો. ૧૦ના પરીણામાં સ્‍કુલના બોર્ડ ફર્સ્‍ટ-૧પ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ મેદાન મારી ગઇ છે, આ સાથે બોર્ડ ટોપ ટેનમાં કુલ ૮૦ વિદ્યાર્થી ભાઇ-બહેનો ઝળકી ઉઠયા હતા.

આજે આ રીઝલ્‍ટ બાદ તમામ સ્‍કુલ ઉપર વિજયોત્‍સવ મનાવાયો હતો, વિદ્યાર્થીઓને હાથી ઉપર બેસાડી વીજય સરઘસ કઢાયું હતું, સ્‍કુલોનું રીઝલ્‍ટ એટલું પાવર આવ્‍યું છે કે ધોળકીયા સ્‍કુલ ગ્રૃપના કુલ ર૪૭ વિદ્યાર્થીઓ એ-૧ કેટેગરીમાં ઝળકી સ્‍કુલને આસમાન ઉપર પહોંચાડી દીધી હતી.

ઝળહતી સફળતા બદલ વિદ્યાર્થીઓ તેમના શિક્ષકો-પ્રિન્‍સીપાલ-વાલીઓ ભાવવિભોર બની ગયા હતા. મેનેજીંગ ટ્રસ્‍ટી શ્રીકૃષ્‍ણકાંત ધોળકીયા, જીતુભાઇ ધોળકીયા ઉપર અભિનંદનનો વરસાદ વરસાવ્‍યો હતો, વીજય સરઘસ અંગે મેનેજમેન્‍ટના મુખ્‍ય એવા શ્રી ગજેન્‍દ્રભાઇ ગોકાણી તથા અન્‍ય સ્‍ટાફે ખાસ જહેમત ઉઠાવી હતી.

(11:33 am IST)