Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

પૂનમ નિમિતે કાલે ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિરે નિઃશુલ્‍ક ઓશો ધ્‍યાન શિબિર-સન્‍યાસ ઉત્‍સવ-સંતવાણી

સાધકો માટે દિલમાં ‘દિવ્‍યતાનો' દિવો પ્રગટાવવાનો અવસર, સ્‍વામી પ્રેમમૂર્તિ (સ્‍વીત્‍ઝર્લેન્‍ડ), બકુલભાઈ ટિલાવત તથા સ્‍વામી સત્‍ય પ્રકાશ મિષાી નીતિનભાઈ સંગાથે સાધકો : ત્રિવેણી સંગમનો લ્‍હાવો લેશે

રાજકોટ : અહિંના ગોંડલ રોડ પર સ્‍વામી વિવેકાનંદ ઓવરબ્રીજ પાસે આવેલા ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિરે ઓશો ધ્‍યાન, ભજન, કિર્તન, સત્‍સંગની સાથે સાથે વર્ષ દરમિયાન અવાર - નવાર વિવિધ ધર્મોત્‍સવ થકી પણ સાધકોને પૂણ્‍યતા તરફ વાળવાના અવિરતપણે પ્રયાસો થાય છે ત્‍યારે મંગળવારે તા.૨૯ના રોજ પૂનમના દિવસે ધર્મભીના માહોલમાં આસ્‍થાભેર એક દિવસીય ઓશો ધ્‍યાન શિબિર સન્‍યાસ ઉત્‍સવ તથા સંતવાણીના કાર્યક્રમનું આયોજન ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિરના ૩૩માં વર્ષમાં પ્રવેશ નિમિતે તથા પૂનમ નિમિતે કરવામાં આવ્‍યુ છે.

સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન (આ ધ્‍યાન છેલ્લા ૩૩ વર્ષોથી દરરોજ નિયમિત સવારે ૬ થી ૭ ઓશો ધ્‍યાન મંદિર પર કરવામાં આવે છે) સવારે ૭:૧૫ થી ૮ બ્રેકફાસ્‍ટ, સવારે ૮:૩૦ થી બપોરે ૧ દરમિયાન, ગુરૂ વંદના, ઓશોના વિવિધ ધ્‍યાન પ્રયોગો, બપોરે ૧ થી ૩ મહાપ્રસાદ (હરિહર) તથા વિશ્રામ, બપોર પછી ૩ થી રાત્રીના ૮:૩૦ દરમિયાન વિડીયો દર્શન, ઓશોના વિવિધ ધ્‍યાન પ્રયોગો, મિષાી નીતિનભાઈ (સ્‍વામી દેવ રાહુલ)નું જૈન ગુરૂ રિંઝાઈના જીવનનો પ્રસંગ ‘‘ગુરૂઓ પોતાનાથી બિલકુલ અલગ વ્‍યકિતને શા માટે ઉત્તરાધિકારી પસંદ કર્યો તથા સન્‍યાસ ઉત્‍સવ, સંધ્‍યા સત્‍સંગ, રાત્રે ૮:૩૦ વાગ્‍યે મહાપ્રસાદ.

રાત્રે ૧૦ વાગ્‍યે સંતવાણીનો કાર્યક્રમ રાબેતા મુજબ રાખવામાં આવ્‍યો છે. સંતવાણીના સારથી બકુલભાઈ ટિલાવત દ્વારા છેલ્લા ૪ વર્ષથી ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર પર સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. સ્‍વીટ્‍ઝર્લેન્‍ડથી આવેલા સ્‍વામી પ્રેમમૂર્તિ પણ સારા ભજનીક છે.

સ્‍થળ : ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રીજ પાસે, ૪ વૈદવાડી રાજકોટ. વિશેષ માહિતી તથા નામ રજી. કરાવવા એસએમએસ માટે સ્‍વામી સત્‍યપ્રકાશ : ૯૪૨૭૨ ૫૪૨૭૬, જયેશભાઈ કોટક : ૯૪૨૬૯ ૯૬૮૪૩, અશોકભાઈ (મોરબી): ૮૪૬૯૭ ૬૦૯૪૭.

(11:43 am IST)
  • મ.પ્રદેશ-મહારાષ્‍ટ્ર સહિત દેશના પોણો ડઝન રાજ્‍યોમાં માથુ ફાડતી ગરમી : ખજુરાહોમાં ૪૭.૨ ડીગ્રી રાજસ્‍થાનમાં ૪૮ ડીગ્રી : ૪૪-૪૫ ડીગ્રી આસપાસ ઠેર ઠેર ગરમીઃ અડધો ડઝન રાજ્‍યોમાં ‘લૂ' એલર્ટ જાહેરઃ મ.પ્ર.ના ૧૬ શહેરોમાં અને ગુજરાતના ૮ શહેરોમાં ઉ.માન ૪૫ ડીગ્રી અને તેથી વધુ મ.પ્ર.ના ખજુરાહોમાં ૪૭.૨ ડીગ્રીઃ રાજસ્‍થાનના બુંદી, ઝાલાવાડ, બારા ખાતે ૪૮ ડીગ્રી access_time 4:52 pm IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 જૂન સુધી ઇન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપોરની મુલાકાતે જવા રવાના થશે, જેમાં PM થોડા સમયે માટે કુઆલાલમપુરમાં રોકાણ કરશે. તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી મલેશિયાના નવ નિયુક્ત વડાપ્રધાન મહાતિર મોહમ્મદ સાથે મુલાકાત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જકાર્તામાં પતંગ મહોત્સવનું પણ ઉધ્ધાટન કરશે. 1 જૂને સિંગાપોરમાં શાંગરી-લા સંવાદને સંબોધન કરશે વડાપ્રધાન મોદી અને આ કાર્યક્રમમાં મુખ્યવકતા તરીકે આમંત્રિત કરાયા હોય તેવા ભારતના પ્રથમ PM બનશે. access_time 8:29 am IST

  • કર્ણાટકનાં નવનિયુક્ત મુખ્યમંત્રી કુમારસ્વામીનું સ્ફોટક નિવેદન, કહ્યું કે "7 દિવસોમાં ખેડૂતોના દેવાં માફ ન કરું તો રાજીનામું આપીશ" access_time 4:35 pm IST