Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

ગ્રીનલેન્ડ ચોકડી લાલપરી પાસે કટીંગ વખતે જ પોલીસ ત્રાટકીઃ વિપુલ પટેલ ૧૨૫ બોટલ સાથે પકડાયોઃ રાજેશ કોળી અને અજાણ્યો ભાગી ગયાઃ ૪,૪૪,૦૦૦નો મુદ્દામાલ કબ્જે

રાજકોટઃ બી-ડિવીઝનના પી.આઇ. આર. એસ. ઠાકરની રાહબરી હેઠળ ડી. સ્ટાફના પીએસઆઇ આર. એસ. પટેલ, એએસઆઇ મહેશગીરી ગોસ્વામી, વિરમભાઇ ધગલ, દેવેન્દ્રસિંહ જાડેજા, મહેશભાઇ ચાવડા સહિતની ટીમ નાઇટ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળતાં રાત્રે દોઢ વાગ્યે ગ્રીનલેન્ડ ચોકડી લાલપરી  મફતીયાપરા સાગર પાનવાળી શેરીમાં દરોડો પાડી વિપુલ ચંદ્રકાંતભાઇ બાબીયા (પટેલ) (ઉ.૩૨-રહે. રણછોડનગર-૧૬/૪)ને જીજે૩એઝેડ-૯૪૧ નંબરની ૪ લાખની બોલેરોમાં રૂ. ૩૭,૫૦૦ના ૧૨૫  બોટલ દારૂ સાથે પકડી લીધો હતો. જેમાંથી રૂ. ૧૫૦૦ રોકડા પણ મળ્યા હતાં.

દરોડો પડતાં બે શખ્સ ભાગી ગયા હતાં. આ શખ્સોમાં એકનું નામ રાજેશ છગનભાઇ કોળી (રહે. લાલપરી) હોવાનું ખુલ્યું હોઇ તેની શોધખોળ થઇ રહી છે. પી.એસ.આઇ. પટેલ વધુ તપાસ કરે છે. કુલ રૂ. ૪,૪૪,૦૦૦નો મુદ્દામાલ કબ્જે થયો છે.

(4:19 pm IST)