Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

શાપર-વેરાવળના માસુમ હેતના અપહરણ-હત્યામાં વિવિધ દિશામાં તપાસઃ શંકાસ્પદ શખ્સોની પૂછતાછ

કોલ ડીટેઈલ આવ્યા બાદ પોલીસને નક્કર કડી મળે તેવી આશાઃ સીસીટીવી ફુટેજની પણ ચકાસણીઃ અલગ અલગ ટીમો દ્વારા ૨૫ થી ૩૦ શકમંદોના નિવેદનો લેવાયા

રાજકોટ, તા. ૨૮ :. શાપર-વેરાવળમાં ગત શનિવારે શ્રમિક કોળી પરિવારના પુત્ર હેત (ઉ.વ.૪)ના અપહરણ અને હત્યા કેસમાં રૂરલ પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. ૨૫ થી ૩૦ શંકાસ્પદ શખ્સોની પૂછતાછ કરાઈ હતી પરંતુ પોલીસને હજુ સુધી કોઈ નક્કર કડી મળી નથી. જો કે કોલ ડીટેઈલ આવ્યા બાદ પોલીસને ચોક્કસ દિશા મળે તેવી આશા છે.

પ્રાપ્ત વિગતો મુજબ શાપર-વેરાવળના શાંતિધામ વિસ્તારમાં રહેતા હરેશભાઈ વાઢેર (કોળી)ના પુત્ર હેત (ઉ.વ.૪)નું ગત શુક્રવારે સાંજે અપહરણ થયા બાદ તેની શનિવારે સવારે રીબડાના ગુંદાસરા ગામ પાસે હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતા પરિવારજનો હતપ્રભ થઈ ગયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં માસુમ બાળક હેતનું અપહરણ કર્યા બાદ તેનુ ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી લાશ રીબડા નજીક ફેંકી દેવાયાનું ખુલ્યુ હતું. શાપર પોલીસે અજાણ્યા શખ્સો સામે અપહરણ અને હત્યાનો ગુન્હો દાખલ કર્યો હતો.

દરમિયાન રહસ્યમય આ અપહરણ અને હત્યાનો ભેદ ઉકેલવા રૂરલ એસપી અંતરીપ સુદના માર્ગદર્શન હેઠળ ગોંડલ ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણ, રૂરલ એલસીબી-એસઓજી તથા સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવાય છે. આ ટીમો દ્વારા અત્યાર સુધીમાં ૨૫ થી ૩૦ શંકાસ્પદ શખ્સોના નિવેદનો લેવાયા છે. તેમજ મૃતક હેત જ્યાં રહેતો હતો તે વિસ્તારના આડોશી-પાડોશી અને જ્યાંથી હેતનું અપહરણ થયુ તે વિસ્તારના દુકાનદારોના નિવેદનો લેવાયા હતા. પોેલીસે સીસીટીવી ફુટેજની પણ ચકાસણી કરી હતી. જેમાં એક શખ્સ એક બાળકને લઈને જતો નજરે પડે છે પરંતુ તે બાળક હેત ન હોવાનું ખુલ્યુ છે. પોેલીસે ફરીથી સીસીટીવી ફુટેજની ચકાસણી શરૂ કરી છે.

પોલીસે હત્યાનો ભોગ બનનાર હેતના માતા-પિતા તથા અન્ય શંકાસ્પદ શખ્સોની કોલ ડીટેઈલ કઢાવી છે. આ કોલ ડીટેઈલ આવ્યા બાદ પોલીસને નક્કર કડી મળે તેવી આશા છે. વધુ તપાસ ગોંડલના સીપીઆઈ આર.એલ. ભટ્ટ તથા શાપરના પીએસઆઈ આર.જે. સિંધુ ચલાવી રહ્યા છે.(૨-૭)

(11:43 am IST)
  • શેરબજારઃ ઇન્‍ડેક્ષ ફરી ૩પ હજારને પારઃ ૧પ૦ ઉછળ્‍યોઃ નીફટી ૬૩ પોઇન્‍ટ ચડીઃ ફાર્મા શેરોમાં તેજીનો દોર : ક્રુડનાં ભાવમાં ઘટાડોઃ રૂપિયો મજબુત થતા શેરબજારમાં પ્રથમ દિવસે જ ઉછાળોઃ ઇન્‍ડેક્ષ ૧પ૦ તો નીફટી ૬૩ ઉછળીઃ ઇન્‍ડેક્ષ ૩પ હજારને પારઃ સ્‍મોલકેપ-મીડ કેપ-ફાર્મા-બેન્‍ક શેરો-ઓટો શેરોમાં ઉછાળાઃ આઇટી શેરોમાં નબળાઇ access_time 11:41 am IST

  • ગુજરાત બોર્ડ દ્વારા ધો. 10નું પરિણામ સવારે 5 વાગ્યે બોર્ડની વેબસાઈટ www.gseb.org તથા www.gipl.net પર જાહેર કરાયું : બોર્ડ દ્વારા સવારે વેબસાઈટ પર પરિણામ જાહેર કરાયા બાદ માર્કશીટ પણ સોમવારે જ આપી દેવાનું આયોજન : ધો.10ની માર્કશીટનું વિતરણ જિલ્લાના વિતરણ સ્થળોએ સવારના 11 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી કરવામાં આવશે : જે-તે સ્કૂલોએ વિતરણ સ્થળોએથી માર્કશીટ મેળવી લઈ વિદ્યાર્થીઓને આપવાની રહેશે. access_time 8:19 am IST

  • સાઉદી અરબ સહિતના દેશોનો સમાન વેચવા કતારે લગાવ્યો પ્રતિબંધ : સાઉદી અરબ સહિતના દેશોએ કતાર સાથે સબંધો તોડ્યાના એક વર્ષ બાદ દોહાએ પોતાને ત્યાં ઉપરોક્ત દેશોનો સમાન વેચવા રોક લગાવી છે : કતારે પોતાના દેશના દુકાનદારોને આદેશ કર્યો છે કે પોતાની દુકાનમાં સાઉદી અરબના નેતૃત્વવાળા દેશોનો સમાન હટાવી લ્યે : નિરીક્ષક દુકાનોની ચેકીંગ પણ કરશે. access_time 11:31 pm IST