Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

પરાબજારમાં જીવનજરૂરી કરિયાણા-ચીજવસ્તુ ખરીદવા પડાપડીઃ સિનેમા હોલ બંધઃ ધર્મેન્દ્ર રોડ અને ઘી કાંટા રોડ સુમસામ

રાજકોટઃ કોરોનાનું સંક્રમણ અટકાવવા આજથી શહેરની તમામ દૂકાનો, બજારો, મોલ એમ બધુ જ બંધ રાખવા પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે આદેશ આપ્યો છે. જો કે જીવન જરૂરી અને આવશ્યક સેવા હેઠળ આવતી દૂકાનોને ખુલી રાખવાની મંજૂરી અપાઇ છે. શહેરમાં તમામ દૂકાનો બંધ રહી હતી. પરંતુ પરાબજાર કે જ્યાં મોટે ભાગે અનાજ-કરીયાણા સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓનું વેંચાણ છુટક તથા જથ્થાબંધમાં થાય છે એ બજાર સવારથી સતત ધમધમતી રહી હતી. આઠ દિવસ શહેરની અન્ય દૂકાનો બંધ રહેવાની હોઇ વેપારીઓ, લોકોએ અહિ ખરીદી કરવા પડાપડી કરી હતી. ઉપરની મુખ્ય તસ્વીરમાં ભરચક્ક બજારનું દ્રશ્ય જોઇ શકાય છે. નીચેની તસ્વીર માંડ શરૂ થયા બાદ ગણ્યા ગાંઠ્યા દર્શકો સાથે જેમાં શો દર્શાવાતા હતાં તે બંધ થઇ ગયેલી આર વર્લ્ડ (ધરમ સિનેમા) તથા અન્ય તસ્વીરોમાં ધર્મેન્દ્ર રોડ અને ઘી કાંટા રોડ સુમસામ નજરે પડે છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(4:18 pm IST)