Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

રાજકોટમાં બે મહિનામાં ૪૦૦૦ મોતઃ મરણ નોંધના દાખલા માટે લાઇનો લાગી

મેયર પ્રદીપ ડવે સિવિક સેન્ટરની મૂલાકાત લઇ યોગ્ય વ્યવસ્થા કરાવી

રાજકોટ,તા.૨૮: શહેરમાં માર્ચ અને એપ્રિલ મહીનામાં કોરોના સંક્રમણ વચ્ચે મૃત્યુનું પ્રમાણ અત્યંત વધી ગયુ છે. સ્મશાનોમાં લાઇનો લાગી હતી. હવે મૃતકોનાં મરણ નોંધ સર્ટી.લેવા મ.ન.પા.નાં સિવિક સેન્ટરોમાં લાઇનો લાગતાં મેયર પ્રદીપ ડવ ેગઇકાલે સેન્ટ્રલ ઝોન સીકી સેન્ટરમાં રૂબરૂ મુલાકાત લઇ અને લોકોને ઝડપી અને સરળતાથી મરણ નોંધ સર્ટી મળી જાય તેવી વ્યવસ્થા કરાવી હતી.

જન્મ-મૃત્યુ નોંધ વિભાગનાં સતાવાર આંકડામૂજબ એપ્રિલમાં ૨૭૦૦ અને માર્ચ મહીનામાં ૧૩૦૦ મૃત્યુ નોંધાયા હતા.

કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટર ઝોન કચેરીમાં સિવિક સેન્ટરમાં આવેલ જન્મ-મરણ નોંધણી વિભાગમાં દાખલા કઢાવવા આવતા લોકોની સુવિધા માટે ગઈકાલે તા.૨૭ એપ્રિલના રોજ મેયર ડો.પ્રદિપ ડવએ સિવિક સેન્ટરમાં આવેલ જન્મ-મરણ વિભાગની મુલાકાત લીધેલ. સ્થળ મુલાકાત વખતે આરોગ્ય અધિકારી ડો.લલિત વાજા સાથે રહેલ.

જન્મ-મરણ વિભાગની સ્થિતિ જોતા મેયરશ્રીએ ડે.કમિશનરને દાખલા કઢાવવાનું કાઉન્ટર અને સ્ટાફ વધારવા તેમજ દાખલા કઢાવવા માટે આવનાર વ્યકિત સોશ્યલ ડિસ્ટન્સ રાખીને બેસી શકે તે માટે ખુરશી તથા પાણીની વ્યવસ્થા કરવા જણાવેલ.

(3:19 pm IST)