Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

1/2/3 BHKના ૪૧૭૧ ફલેટ સામે માત્ર ૬૦૦ ફોર્મ આવ્યા : મુદ્દતમાં વધારો

૩૧ મે સુધી આવાસ યોજનાના ફોર્મ મ્યુ. કોર્પોરેશનના સિવિક સેન્ટર તથા શહેરની તમામ ICICI બેંકમાંથી મેળવી પરત કરી શકાશે : પ્રદિપ ડવ, પુષ્કર પટેલ, વર્ષાબેન રાણપરા, ઉદિત અગ્રવાલની જાહેરાત

રાજકોટ તા. ૨૮ : મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરના વિવિધ વિકાસમાં નિર્માણ પામી રહેલ EWS-1ના ૧૬૪૮ અને EWS-2ના ૧૬૭૬ તથા MIGના ૮૪૭ મળી કુલ ૪૧૭૧ આવાસો કોરોના મહામારીને ધ્યાનમાં રાખી આ આવાસોનું ફોર્મ મેળવવા અને પરત કરવાની મુદતમાં આગામી તા.૩૧ મે સુધી વધારો કરવાની જાહેરાત ડો. પ્રદિપ ડવ, પુષ્કર પટેલ તથા વર્ષાબેન રાણપરા તથા ઉદિત અગ્રવાલ દ્વારા કરવામાં આવી છે.

મ્યુ. કોર્પોરેશન દ્વારા એપ્રિલથી આ આવાસ યોજનાના ફલેટના ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આજ દિન સુધીમાં અંદાજીત ૩,૫૦૦ ફોર્મ ઉપડયા હતા જેની સામે માત્ર ૬૦૦ ફોર્મ પરત આવ્યા છે.

આ અંગે મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, હાઉસિંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરા એક સંયુકત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ EWS -1 ના ૧૬૪૮ અને EWS-2 ના ૧૬૭૬ તથા MIG ના ૮૪૭ મળી કુલ – ૪૧૭૧ આવાસોનાં બાંધકામની કામગીરી ચાલુ છે. આ આવાસોનું ફોર્મ વિતરણ તથા ભરીને પરત આપવા માટે તા.૦૫ થી તા.૩૦ એપ્રિલ સુધીનો સમય આપવામાં આવેલ. હાલમાં કોરોનાના કેસો ખુબ જ વધી રહ્યા છે. જે ધ્યાનમાં રાખી લોકો આવાસ યોજનાનો લાભ લઇ શકે તે માટે આવાસના ફોર્મ મેળવવા અને પરત કરવા અગામી તા.૩૧ મે સુધીનો મુદત વધારો આપવામાં આવેલ છે. ફોર્મ મેળવવા શહેરની આઈ.સી.આઈ.સી.આઈ. બેંકની જુદી જુદી ૬ શાખાઓમાં જેવી કે, શારદાબાગ, પેલેસ રોડ, રણછોડનગર, નિર્મળા રોડ, એસ્ટ્રોન ચોક, નાણાવટી ચોક, તથા રાજકોટ મહાનગરપાલિકાનાં તમામ સિવિક સેન્ટર મારફત મળશે અને ત્યાં જ ભરીને આપી શકાશે.

EWS -1ના આવાસની કિંમત રૂ.૩ લાખ અને ફોર્મ સાથે રૂ.૩૦૦૦ ડીપોઝીટ ભરવાની રહેશે.

EWS -2ના આવાસની કિંમત રૂ.૫.૫૦ લાખ અને ફોર્મ સાથે રૂ.૧૦,૦૦૦ ડીપોઝીટ ભરવાની રહેશે.

MIGના આવાસની કિંમત રૂ.૨૪ લાખ અને ફોર્મ સાથે રૂ.૨૦,૦૦૦ ડીપોઝીટ ભરવાની રહેશે.

EWS-1 : કુટુંબની મહત્ત્।મ વાર્ષિક આવક રૂ.૩ લાખ સુધીની હોઈ, તેવા લોકો ફોર્મ ભરી શકશે.

EWS-2 : કુટુંબની મહત્ત્।મ વાર્ષિક આવક રૂ.૩ લાખ સુધીની હોઈ, તેવા લોકો ફોર્મ ભરી શકશે.

MIG : કુટુંબની મહત્ત્।મ વાર્ષિક આવક રૂ.૬.૦૦ લાખ થી રૂ.૭.૫૦ લાખ સુધીની હોઈ, તેવા લોકો ફોર્મ ભરી શકશે.

EWS-1 : આ યોજના હેઠળ આવાસોનો લઘુત્ત્।મ કાર્પેટ વિસ્તાર અંદાજીત ૩૦.૦૦ ચો.મી. રહેશે. જેમાં એક બેડરૂમ, એક સ્ટડી રૂમ, એક હોલ, રસોડું, વોશ, બાથરૂમ-ટોયલેટ સાથે સુવિધા આપવામાં આવશે.

EWS-2 :આ યોજના હેઠળ આવાસોનો લઘુત્ત્।મ કાર્પેટ વિસ્તાર અંદાજીત ૪૦.૦૦ ચો.મી. રહેશે. જેમાં એક બેડરૂમ, એક સ્ટડી રૂમ, એક હોલ, રસોડું, વોશ, બાથરૂમ-ટોયલેટ સાથે સુવિધા આપવામાં આવશે.

MIGમાં કુલ ૧૨૬૮ આવાસ પૈકી ૪૨૧ આવાસ અગાઉ ફાળવણી થઇ ગયેલ છે બાકી રહેતા ૮૪૭ આવાસો માટે ફોર્મનું વિતરણ થશે. MIGમાં અંદાજીત ૬૦.૦૦ ચો.મી. કાર્પેટ રહેશે જેમાં બે બેડરૂમ, એક સ્ટડી રૂમ, એક હોલ, રસોડું, એટેચ્ડ ટોયલેટ, કોમન ટોયલેટ, સ્ટેન્ડિંગ બાલ્કની, સાથે સુવિધા આપવામાં આવશે.

મહાનગરપાલિકાનાં તમામ સિવિક સેન્ટરએ આવાસ યોજનાનાં ફોર્મ વિતરણનો સમય સવારે ૧૦:૩૦ થી સાંજે ૦૩:૦૦ કલાક સુધીનો રહેશે તેમજ આઈ.સી.આઈ.સી.આઈ. બેંકમાં ફોર્મ વિતરણનો સમય સવારે ૧૦:૩૦ થી બપોરે ૩:૦૦ વાગ્યા સુધીનો રહેશે. ફોર્મ લેવા માટે અરજદારે આધાર કાર્ડ સાથે રાખવું ઇચ્છનીય છે. તેમ મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

(3:18 pm IST)