Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

મવડીમાં પ૦ ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્‍યાં ચેકીંગઃ ૮ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

વોર્ડ નં. ૧૪ માં વન વીક વન રોડ ઝૂંબેશ : મલાઇનો નમુનો લેવાયોઃ જાહેરમાં ગંદકી કરનાર ર૭ લોકો દંડાયાઃ ર૦૩ બોર્ડ-બેનરો હટાવાયા

રાજકોટ, તા. ર૮ :  મહાનગર પાલીકા દ્વારા રાજકોટ શહેરને સ્‍માર્ટ સીટી અંતર્ગત સુંદર, રળીયામણુ બનાવવા તથા ટ્રાફીક મુવમેન્‍ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્‍કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્‍ય ૪૮ માર્ગો પર વન વીક, વન રોડ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જે  અન્‍વયે આજે વેસ્‍ટ ઝોનમાં વોર્ડ નં. ૧૪માં  મવડી મેઇન રોડે વિશ્વેશ્વર મંદિર સુધીના વિસ્‍તારમાં મહાનગર પાલીકાની અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફુડ શાખા દ્વારા ૫૦ વેપારીને ત્‍યાં ચકાસણી, નડતરરૂપ ઝાડને ટ્રીમીંગ કરવુ. જાહેરમાં ૧૬ લોકોને કચરો ફેલાવતા, કચરા પેટી ન રાખતા, પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીકનો વપરાશ કરતા લોકોને રૂા. ૯૭૦૦ દંડની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ તમામ શાખા દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિગત આ મુજબ છે.

પ૦ વેપારીઓને ત્‍યાં ચકાસણી

વન વીક વન રોડ ઝૂંબેશ અંતર્ગત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના મવડી મેઇન રોડ - વિશ્વેશ્વર મંદિર સુધીના વિસ્‍તારમાં આવેલ ખાધ્‍ય ચીજોનું વેચાણ કરતાં કુલ ૫૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ચકાસણી દરમિયાન સ્‍થળ પર સંગ્રહ કરેલ વાસી અખાધ્‍ય ખોરાકનો મળી કુલ ૮ કિ.ગ્રા. જથ્‍થો સ્‍થળ પર નાશ કરવામાં આવ્‍યો. જેમાં ચકાસણી દરમિયાન કુલ ૧૨ પેઢીને લાઇસન્‍સ મેળવવા બાબતે તથા હાઇજિનિક કન્‍ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.

જેમાં ધર્મરાજ વડાપાઉં - ૩ કિ.ગ્રા. વાસી મીઠી ચટણી તથા ૩ કિ.ગ્રા. વાસી ફરસાણ નો સ્‍થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીમાં હાઇજિનિક કન્‍ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ. પટેલ ફાસ્‍ટફૂડ - ૨ કિ.ગ્રા. વાસી મીઠી ચટણીનો સ્‍થળ પર નાશ કરવામાં આવેલ તેમજ લાઇસન્‍સ મેળવવા બાબતે નોટિસ, નંદ કિશોર ડેરી ફાર્મ  જ્‍યોતિ સેલ્‍સ એજન્‍સી -મયુર પાન, મુરલીધર રસ સેન્‍ટર, મહેતા રસ સેન્‍ટર, જય વાળીનાથ ડિલક્‍સ પાન એન્‍ડ કોલ્‍ડ્રિંક્‍સ, ખોડલ ડાઈનિગ હોલ, ગુરુદેવ પાન એન્‍ડ કોલ્‍ડ્રિંક્‍સ -લાઇસન્‍સ મેળવવા બાબતે, જય જોગમાયા પાન ્રૂ કોલ્‍ડ્રિંક્‍સ -લાઇસન્‍સ મેળવવા બાબતે (૧૨)ગોપાલ પ્રોવિઝન સ્‍ટોરને લાઇસન્‍સ મેળવવા બાબતે આપવામાં આવેલ.

નમુનાની કામગીરી

ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્‌ટીસ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ હેઠળ  મલાઇ (લુઝ)  મલાઈ ડેરી ફાર્મ,  જય ખોડિયાર પાર્ક -૩, હાપાલિયા પાર્કની સામે, વોટર ટાંક ની સામે, કોઠારીયા રોડ ખાતેથી નમુનો લેવામાં આવેલ.

કચરો ફેંકનાર ર૭ દંડાયા

વન વીક વન રોડ અંતર્ગત સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખા દ્વારા મવડી મેઈન રોડ પર જાહેરમાં ગંદકી ફેંકનાર / ગંદકી કરવા સબબ કુલ ૧૩ લોકો પાસેથી રૂ. ૩૨૦૦/-, કચરા પેટી / ડસ્‍ટબીન ન રાખવા સબબ કુલ ૪ લોકોઓ પાસેથી રૂ. ૧૦૦૦/-, પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક રાખવા / ઉપયોગ કરવા સબબ કુલ ૯  વેપારીઓ પાસેથી રૂ. ૪૫૦૦/અને સી એન્‍ડ ડી વેસ્‍ટ ઉપાડવાની કામગીરી સબબ ૧ વ્‍યકિત પાસેથી રૂ. ૧૦૦૦ એમ કુલ ૨૭ આસામી પાસેથી રૂ. ૯૭૦૦ વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ તેમજ ૮ કી.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક ગ્‍લાસ, સ્‍ટ્રો અને ચમચી જપ્ત કરવામાં આવેલ.

ર૦૩ બોર્ડ બનેરો દૂર કરાયા

રાજકોટ મહાનગરપાલિકાની વન વીક વન રોડ અંતર્ગત દબાણ હટાવ શાખા દ્વારા  શહેરમાં મવડી મેઈન રોડ(મવડી ચોકડીથી વિશ્વેશ્વર મહાદેવ મંદિર સુધી) દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્‍ય ચીજવસ્‍તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. જેમ કે, રસ્‍તા પર નડતર ૧ રેંકડી-કેબીનો મવડી મેઈન રોડ પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી ૧ અન્‍ય પરચુરણ ચીજ જે મવડી મેઈન રોડ પરથી જપ્ત કરવામાં આવી હતી એન ૨૦૩ બોર્ડ બેનર જે મવડી મેઈન રોડ (મવડી ચોકડીથી વિશ્વેશ્વર મહાદેવ મંદિર સુધી) માથી જપ્ત કરવામાં આવેલ.

૪ ને ફાયર એનઓસીની નોટીસ

વન વીક વન રોડ અંતર્ગત ફાયર એન્‍ડ ઇમરજન્‍સી શાખા દ્વારા મવડી મેઇન રોડ (મવડી ચોકડી થી વિશ્વેશ્વર મહાદેવ સુધી ત્‍યાંથી બાપા સીતારામ ચોક હાઇરાઇઝ્‌-૧, કોમર્શીયલ - ૩, હોટલ - ૧, હોસ્‍પીટલ-૫, મસાલા માર્કેટ-૧ કુલ ૧૧ જગ્‍યાએ ફાયર NOC અંગે ચકાસણી કરવામાં આવી અને જેમાં હાઇરાઇઝ રીયલ પ્રાઇમ, શિવાલય કોમ્‍પલેક્ષ, સિધ્‍ધી વિનાયક હાસ્‍ેપીટલ, રોયલ સિલ્‍વર હોટલને એન.ઓ.સી રિન્‍યુઅલ અને જય રાખા દાદા મસાલા માર્કેટને ફાયર એન. ઓ. સી. નોટીસ આપવામાં આવેલ છે.

આ કામગીરીમાં વેસ્‍ટ ઝોનના ડેપ્‍યુટી કમિશનર, ટાઉન પ્‍લાનીંગ ઓફિસર, સીટી એન્‍જીનીયરશ્રી, વેસ્‍ટ ઝોન તેમજ વેસ્‍ટ ઝોનની ટાઉન પ્‍લાનીંગ શાખા, બાંધકામ શાખા, દબાણ હટાવ શાખા, રોશની શાખા, સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખા, ટ્રાફિક એન્‍ડ ટ્રાન્‍સપોર્ટ શાખાના તમામ સ્‍ટાફ સ્‍થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમ્‍યાન કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે તે માટે સુરક્ષા વિભાગના અધિકારીશ્રી તથા તેમનો તમામ સ્‍ટાફ સ્‍થળ પર હાજર રહેલ.(

(4:22 pm IST)