Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

મનીલેન્‍ડ એકટ અન્‍વયેની ફરીયાદમાં આરોપીની આગોતરા જામીન અરજી નામંજુર

રાજકોટ તા. ર૮ : રાજકોટના વિજયભાઇ ચંદુલાલ ઠકરાર પાસે વ્‍યાજખોરો દ્વારા રૂા.પ,૦૦,૦૦૦ ની રકમ સામે રૂા. ૧૦,૦૦,૦૦૦ જેવી રકમ વસુલ કરાવ્‍યા ઉપરાંત બળજબરીની વધુ પૈસા કઢાવવા લખાવી લેવાયેલ પ્રોમીસરીનોટ અન્‍વયે થયેલ મનીલેન્‍ડ એકટ અન્‍વયેની થયેલ ફરીયાદમાં આરોપી નં.૧ મુકેશભાઇ કાનાભાઇ કેશવાલાની આગોતરા જામીન અરજી રાજકોટ સેસન્‍સ કોર્ટે રદ કરી હતી.

બનાવની વિગતે માહીતી જોતા રાજકોટના રહેવાસી વિજયભાઇ ચંદુલાલ ઠકરારે પોતાના ધંધાની જરૂરીયાત માટે તથા પોતાના પિતાજીની સારવાર અર્થે પોતાના મિત્ર મુકેશભાઇ કાનાભાઇ કેશવાલા પાસેથી વર્ષ ર૦૧૮ માં રૂા.પ,૦૦,૦૦૦ પુરા રપ ટકા વ્‍યાજે લીધેલ હતા જે અન્‍વયેનું વ્‍યાજ સાથે રૂા.૧૦,૦૦,૦૦૦ જેવી મોટી રકમ ચુકવી આપેલ હોવા છતા વધુ નાણા પડાવવાના ઇરાદે તા.ર૩/૮/ર૦૧૮ ના રોજ મુકેશભાઇએ ફરીયાદીની દુકાન કે જે બાલાજી એન્‍ટરપ્રાઇઝ રજકણ બિલ્‍ડીંગ, રાજકોટ ખાતે આવેલ છે ત્‍યાર જઇને તેઓની સાથે ગાળાગાળી કરી તથા તેઓના પરીવારના સભ્‍યોને જાનથી મારી નાખવાની ધમકી આપી તેઓ પાસેથી બળજબરીથી પ્રોમીસરી નોટ લખાવી લઇ તે અન્‍યવે કોરા સહી કરેલ ચેક મેળવી તે અન્‍વયેની ખોટી ફરીયાદ આ કામના મુકેશભાઇએ વિજયભાઇ ઉપર કરેલ હતી. તથા વધુ રૂા.૪,૦૦,૦૦૦ આપવા માટે સતત દબાણ કરતા હતા તથા ધમકીઓ તથા સતત પઠાણી ઉઘરાણી કરતા રહેતા હતા જેથી વિજયભાઇએ પ્રધ્‍યુમનગર પોલીસ સ્‍ટેશનમાં તા. ર૭/૩/ર૦ર૩ ના રોજ મુકેશભાઇ કાનાભાઇ કેશવાલા તથા અન્‍ય ત્રણ ઇસમો વિરૂધ્‍ધ ભારતીય ફોજદારી અધિનીયમ ૧૮૬૦ ની કમલ ૩૮૬, પ૦૪, પ૦૬ (ર), ૧૧૪ તથા મનીલેન્‍ડ એકટની કલમ-પ, ૪૦, ૪ર મુજબનો ગુન્‍હો નોંધાવતા આ કામના આરોપી મુકેશભાઇએ ધરપકડથી બચવા માટે રાજકોટ નામદાર ડિસ્‍ટ્રીકટ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી દાખલ કરાઇ તે અન્‍વયે થયેલ ન્‍યાયીક કાર્યવાહીમાં ફરીયાદી પક્ષે રજુ કરેલ યોગ્‍ય ન્‍યાયીક પુરાવા તથા એ.જી.પી.ની દલીલોને ધ્‍યાને લઇ રાજકોટના અધિક ડિસ્‍ટ્રીકટ એન્‍ડ સેસન્‍સ જજશ્રી સુથારે આરોપી મુકેશભાઇ કાનાભાઇ કેશવાલાની આગોતરા જામીન અરજી રદ કરતો ઓર્ડર કરેલ હતો.

 સદરહું કેસમાં સરકાર તરફે એ.જી.પી. અતુલભાઇ જોષી તથા મુળ ફરીયાદી તરફે ધારાશાષાી ભરતસિંહ ગોહીલ, બી.પી.રાઠોડ, હરદિપસિંહ રાણા, જીતેન્‍દ્રસિંહ જાડેજા તથા કિર્તિરાજસિંહ ઝાલા રોકાયેલ હતા.

(4:18 pm IST)