Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા ઉદય કાનગડના જનસંપર્ક કાર્યાલયની મુલાકાતે

રાજકોટ : રાજયના સમાજ કલ્‍યાણ તેમજ મહિલા વિકાસ વિભાગના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા રાજકોટ (પૂર્વ) વિધાનસભા-૬૮ના લોકપ્રિય ધારાસભ્‍ય ઉદય કાનગડના પેડક રોડ સ્‍થિત જન સંપર્ક કાર્યાલય ખાતે પધારેલ હતા. આ તકે ભાનુબેન બાબરીયાનું ધારાસભ્‍ય ઉદય કાનગડ, મેયર ડો. પ્રદિપ ડવ, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, પૂર્વ ડેપ્‍યુટી મેયર અશ્‍વીન મોલીયા, વલ્લભભાઈ દુધાત્રા, કોર્પોરેટર નિલેશ જલુ,  પૂર્વ કોર્પોરેટર અનીલ રાઠોડ, ભાજપ અગ્રણી મનસુખભાઈ પીપળીયા સહિતના અગ્રણીઓ દ્વારા પુષ્‍પગુચ્‍છ અર્પણ કરી ઉષ્‍માભર્યુ  સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. ભાનુબેન બાબરીયાને કાર્યાલય ખાતેથી રોજેરોજ યોજાતી વિવિધ જન સેવાકીય પ્રવૃતિઓ અને કેન્‍દ્ર તેમજ રાજયની ભાજપ સરકાર દ્વારા અમલમાં મુકાયેલ વિવિધ લોકકલ્‍યાણકારી યોજનાઓના લાભ જન-જન સુધી પહોંચે તે માટે યોજાતા સેવા કેમ્‍પની માહિતી અપાઈ હતી. આ તકે ઉદય કાનગડ, વિધાનસભા-૬૯ના ધારાસભ્‍ય ડો. દર્શીતાબેન શાહ, મેયર ડો. પ્રદિપ ડવ, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, પૂર્વ ડેપ્‍યુટી મેયર અશ્‍વીન મોલીયા, વલ્લભભાઈ દુધાત્રા, કોર્પોરેટર નિલેશ જલુ,  પૂર્વ કોર્પોરેટર અનીલ રાઠોડ, દલસુખ જાગાણી,  ભાજપ અગ્રણી મનસુખભાઈ પીપળીયા, કોર્પોરેટરો કંકુબેન ઉધરેજા, નયનાબેન પેઢડીયા, કાળુભાઈ કુંગશીયા, વજીબેન ગોલતર, રસીલાબેન સાકરીયા, હાર્દીક ગોહીલ, દેવુબેન જાદવ, મંજુબેન કુંગશીયા, પરેશ પીપળીયા, ભાવેશ દેથરીયા,રૂચીતાબેન જોષી, સુરેશ વસોયા, વોર્ડના પ્રભારી રમેશભાઈ પરમાર, જીણાભાઈ ચાવડા, વોર્ડપ્રમુખ- મહામંત્રીઓમાં દિનેશ ચૌહાણ, કાનાભાઈ ઉધરેજા, દિનેશ ઘીયાળ, મુકેશ ધનસોતા, દિનેશ ડાંગર, દુષ્‍યંત સંપટ, વીરમભાઈ રબારી,  સોમભાઈ ભાલીયા, મહેશ બથવાર, રત્‍નાભાઈ મોરી, ભાર્ગવ મિયાત્રા, જીતુભાઈ સીસોદીયા, જતીન પટેલ, શિક્ષણ સમિતિના રવીભાઈ ગોહેલ, જે.ડી. ભાખર તેમજ સંજય ચાવડા તેમજ સ્‍થાનીક અગ્રણીઓ અને વિવિધ એસોસીએશનના પ્રમુખ સહિતના બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા અને રાજયના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયાનું અભિવાદન કરેલ હતું.

(4:02 pm IST)