Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

લેબર કોડ વિષે સેમીનાર

કચ્‍છ સૌરાષ્‍ટ્ર પ્રોડકટીવીટી કાઉન્‍સીલના બાન હોલ ખાતે ચાર નવા લેબર કોડ અંગે એક દિવસીય સેમીનારનું આયોજન કરેલ હતું. કાઉન્‍સીલ પ્રમુખ હસુભાઇ દવેના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ સેમિનારમાં (૧) સોશ્‍યલ સિકયુરીટી કોડ, (ર) ઇન્‍ડસ્‍ટ્રીયઅલ રિલેશન્‍સ કોડ, (૩) ઓકયુપેશનલ સેફટી, હેલ્‍થ એન્‍ડ વર્કિગ કંડીશન કોડ (૪) વેજીસ રોડ ઉપર વકતા તરીકે ડી.જી. પંચમીઆએ વિસ્‍તૃત છણાવટ કરી હતી. સોશ્‍યલ સિકયુટીરી કોડ તથા ઇન્‍ડસ્‍ટ્રીયઅલ રિલેશન્‍સ કોડ પર માહિતી અને માર્ગદર્શન આપેલ હતુ. આ ઉપરાંત જામનગરના નિમેષ રાજપૂતે વેજીસ કોડ પર માહિતી અને માર્ગદર્શન આપેલ હતું. સેમીનારમાં આશરે ૭૦ જેટલા કંપનીઓના એચ.આર. મેનેજરો ડાયરેકટરો, એડવોકેટ તથા રસ ધરાવતા લોકોએ ભાગ લીધેલ હતો

(4:00 pm IST)