Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

કોરોનાના કહેર વચ્ચે માસ્કના કાળાબજાર : રાજકોટમાં ત્રણ મેડિકલ સ્ટોરમાં દરોડા પુરવઠા વિભાગે 2700 માસ્કનો જથ્થો કર્યો સીઝ : સંચાલકો સામે કાર્યવાહી

કરણપરા અને ભીલવાસના મેડિકલ સ્ટૉર ઝપટે ચડ્યા : માસ્ક ૪૦૦ રૂપિયા સુધી માં વહેચવામાં આવતા હતા

રાજકોટ : કોરોના વાઇરસના કહેર વચ્ચે રાજકોટમાં માસ્કના કાળાબજાર કરતા ત્રણ મેડિકલ સ્ટોર ઝપટે ચડ્યા છે ત્રણ મેડિકલ સ્ટોરમાં પુરવઠા વિભાગ દ્વારા દરોડા કાર્યવાહી હાથ ધરાઈ હતી ,

 .ત્રણેય મેડિકલ સ્ટોર માં માસ્ક ૪૦૦ રૂપિયા સુધી માં વહેચવામાં આવતા હતા..પુરવઠા વિભાગે ૨૭૦૦ માસ્ક નો જથ્થો સીઝ કરી મેડિકલ ના સંચાલકો સામે કાર્યવાહી કરી છે

પુરવઠા વિભાગ દ્વારા કરણપરા વિસ્તારના કેર એન્ડ કેર  અને ભીલવાસ વિસ્તારના શ્રી હરિ મેડિકલ માં દરોડા પાડયા હતા

(12:41 am IST)