Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

કોરોના સામે લડત : લૉકડાઉનમાં ગામલોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ અંગે જગૃત્ત કરતા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા

સેલ્ફ ડ્રાઈવિંગ કરીને ગામડાઓનો ચિતાર મેળવ્યો : તંત્રને મદદરૂપ થવા અપીલ કરી

રાજકોટ : દેશભરમાં લોકડાઉંની સ્થિતિ છે કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે  રાજકોટ જિલ્લાના જસદણ વિસ્તારનાં મંત્રી ગામડાઓની મુલાકાતે નીકળ્યા હતા. સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવાળીયા તેમના વિસ્તારનાં ગામડાઓની મુલાકાત લીધી હતી અને ત્યાંની પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. તો કુંવરજીભાઇ બાવાળીયાએ પોતાની પાસે આવતા લોકોને પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવા સૂચના આપી હતી.

 

બીજી તરફ 144ની કલમ લાગુ હોઈ અને વધુ પડતા લોકો સાથે નહિ રાખતા કુંવરજીભાઇ બાવાળીયા પોતાની સરકારી કાર પોતે જ ચલાવીને ગામડાનો ચિતાર મેળવ્યો હતો અને લોકોને કોઈ જાતની મુશ્કેલી નથી પડી રહી તેની પણ જાણકારી મેળવી હતી.

 

રાજ્યના કેબિનેટ મંત્રી દ્વારા જસદણ-વિંછીયા વિસ્તારમાં કલમ 144ના નિયમ ભંગ નથાય તેની કાળજી રાખી સ્વયમ જાતે ગાડી ચલાવતા વિસ્તારમાં લોકો ઘરની બહાર ન નિકળે તેવી જાતે મુલાકાત લય લોકોને સમજાવવા પ્રયત્ન કર્યો તેમજ કોરોના વાયરસ થી સાવચેત રહેવા અનુરોધ કર્યો હતો

 અત્રે ઉલ્લેખનીય છે કે, જે રીતે કોરોનાનાં કહેર વચ્ચે શહેરી વિસ્તાર છોડી લોકો ફરીથી ગ્રામ્ય વિસ્તારમાં જવા લાગ્યા છે. તો બીજી તરફ, અલગ-અલગ જગ્યાઓ પર મજૂરી કામ કરતા મજૂરો પણ પોતાના વતન તરફ જવા લાગ્યા છે. ત્યારે લોકોને કોઈ જાતની તકલીફ ન પડે તેની ચિંતા હવે સામાજિક સંસ્થાઓ, જિલ્લા તંત્ર, નગરપાલિકા ઉપરાંત ધારાસભ્યો, સાંસદો પણ કરી રહ્યા છે.

જસદણ-વિંછીયા વિસ્તારની જનતા તેમજ સમગ્ર રાજ્યની જનતાને જણાવવાનું કે કોરોના વાઇરસના સંક્રમણને દેશભરમાં ફેલાતો અટકાવવા માટે આપ સૌને સાથ અને સહકાર આપવાની અપીલ કરુ છુ કે આરોગ્ય વિભાગ,વહીવટી તંત્ર દ્વારા "કોરોના સંબંધિત" અપાયેલ સુચનોનો અમલ કરી તંત્રને મદદરૂપ થવા મારી આપ સૌને નમ્ર અપીલ

(12:21 am IST)