Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

લોકડાઉનમાં ઘાસચારો - પશુ આહારના ભાવ આસમાને પહોંચ્યા : સરકાર પગલા લ્યે

સંવેદનશીલ સરકાર રાહતદરના કેટલ કેમ્પ ખોલી જીવદયા બતાવે : માલધારી અગ્રણી રણજીત મુંધવાની મુખ્યમંત્રીને રજૂઆત

રાજકોટ તા. ૨૮ : વર્તમાન લોકડાઉનની સ્થિતિમાં ઘાસચારો અને પશુઆહારના ભાવો એકાએક આસપાસ પહોંચતા મુંગા પશુઓને શું ખવડાવવું ? તેવી ગંભીર મુશ્કેલી માલધારીઓ સર્જાઇ છે ત્યારે માલધારી આગેવાન રણજીત મુંધવાએ આ બાબતે મુખ્યમંત્રીને પત્ર પાઠવીને રજૂઆત કરી છે કે મુંગા પશુઓ માટે રાહતદરે ઘાસચારો - પશુ આહારનું વિતરણ અથવા કેટલ કેમ્પો ખોલાવવા જોઇએ.

આ રજૂઆતમાં તેઓએ જણાવ્યું છે કે, ભારતમાં લોકડાઉન કરવામા આવ્યું હોય ત્યારે માત્ર જીવન જરૂરી ચીજ વસ્તુ મળવા પાત્ર હોય પરંતુ પશુપાલન કરતા માલધારીઓને ગાયના નીરણ માટે ઘાસ- નીરણના ભાવમા હાલ આસમાન પર દલાલો દ્વરા પહોંચાડવામા આવ્યા છે માલધારીને પશુ પાલન કરવા માટે કપરો સમય હોય સરકાર દ્વારા કેટલ કેમ્પ ખોલિ રાહત દરે પશુ આહાર પુરો પાડી ખરેખર સરકાર સંવેદનસીલ છે એ પુરવાર કરવુ જોઇએ. જેતે લાગતા વિભાગીય સચીવ ને સુચના આપી ને અસરકારક પગલા લેવા

આ ઉપરાંત ગુજરાતમા જેલમા રહેલા તમામ કેદિઓને પેરોલ જામીન મુકત કરવાનુ સરકાર વિચારી રહી હોય તો માલધારી સમાજની જેટલી ગાય હાલ ઢોર ડબ્બામા પુરવા મા આવેલા છે તેને માનવતાના ધોરણે માલિકને મુકત કરી આપવી જોઇ આ વિનંતીને ધ્યાને લઇ પગલા લેવા વિનંતીને ધ્યાને લઇ પગલા લેવા વિનંતી રણજીત મુંધવાએ રજૂઆતના અંતે કરી છે.

(3:55 pm IST)