Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

નવી કલેકટર કચેરીમાં પાસ કઢાવવા લોકોના જનસેવા કેન્દ્રમાં ટોળાઃ બેસાડાયેલા સરકારી કર્મચારીઓ ''ફફડે'' છે

આજે વધુ ૮૦૦ પાસ સાથે કુલ ૩૮૦૦ પાસ નીકળશેઃ હવે ગાડીને બ્રેક મારવી જરૂરી... : નથી માસ્ક સેનીટાઇઝર આપ્યાઃ અમારી સેફટીનું શું: ઉઠેલો ગંભીર સવાલ...

રાજકોટ તા. ર૮: રાજકોટની નવી કલેકટર કચેરી ખાતે જનસેવા કેન્દ્રમાં પાસ વ્યવસ્થા રખાઇ છે, તમામ પ્રાંત કચેરીમાં પાસ અપાય છે, તો રેકર્ડ રૂમ નં. ર ખાતે આરટીઓ દ્વારા ગાડીના પાસ અપાય છે. પરંતુ આ બાબત બીજી રીતે ચિંતાજનક બની છે.

નવી કલેકટર કચેરીમાં જ પાસ કઢાવવા માટે બપોરે લોકોના ટોળા હતા, ટોકન સિસ્ટમ રખાઇ પરંતુ લોકો ૩ ફૂટનું અંતર પણ રાખતા ન હોવાનું અને માસ્ક પણ પહેર્યા ન હોવાનું બહાર આવ્યું હતું.

પરીણામે પાસ કાઢવા બેસાડેલા કર્મચારીઓ-અધીકારીઓ ફફડી ઉઠયા છે, નથી માસ્ક અપાયા, નથી સેનેટાઇઝર અપાયું, અમારી સેફટીનું શું, એવો ગંભીર સવાલ આ લોકોએ ઉઠાવ્યો છે. આજ સવાર સુધીમાં જીલ્લાભરમાં ૩ હજારથી વધુ પાસ નીકળ્યા અને આજે વધુ ૮૦૦ પાસ નીકળશે, હવે પાસ કાઢવાની ગાડીને કલેકટરશ્રીએ બ્રેક મારવી જરૂરી છે, સરકાર ઘરની બહાર નીકળવાની ના પાડે છે, અને કલેકટર કચેરીમાં લાઇનો લાગતા દેકારો બોલી ગયો છે.

(3:53 pm IST)