Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

સરકાર ગરીબોની ચિંતા કરેઃ ડાંગર-સાગઠિયા

રાજકોટ, તા.૨૮: શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર અને રાજકોટ મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇને રજુઆત કરી છે કે શહેરમાં છેલ્લા આઠ દિવસથી લોકોને કામ ધંધા બંધ છે નાના અને ગરીબ લોકોને જમવાની વ્યવસ્થા નથી થઇ બહાર કોઇ કામે લઇ જતું નથી બહાર ૧૪૪ની કલમ લાગુ છે તો નાના અને ગરીબ માણસો બહારગામથી કામે આવેલા લોકો માટેની જમવા માટેની વ્યવસ્થા કરવાની સરકારની જવાબદારી છે ગુજરાત સરકારે બીજા રાજય અને વિદેશમાં જેમ લોકો માટે જમવાની અને રાશન કિટની વ્યવસ્થા કરી છે તેમ જ ગુજરાત સરકાર ગરીબ અને નાના માણસોની જમવાની વ્યવસ્થા કરી આપે.

વધુમાં શ્રી ડાંગર-સાગઠીયાએ જણાવ્યુ  કે રાજય સરકાર ૧ એપ્રિલથી રાશન આપવાની જાહેરાત કરી છે પરંતુ કેવી રીતે કેટલા લોકોને આપવા કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે રાજકોટમાં જેટલા લોકો રહે છે તે તમામને મળવી જોઇએ તેવી માંગણી અશોક ડાંગર તથા વશરામ સાગઠિયા દ્વારા કરવામાં આવી છે.

(3:56 pm IST)