Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

ગ્રેટર રાજકોટ ચેમ્બર દ્વારા રાહતફંડમાં ૫ લાખનું અનુદાન

રાજકોટ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા જાહેર કરવામાં આવેલ કોરોના અંગે સહાયનિધિ ફંડ અંતર્ગત ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રૂ. ૫ લાખ ૧૧ હજાર ૧૧૧ ફાળવણી અંગેનો ચેક કલેકટર શ્રી રેમ્યા મોહનજીને આપવામાં આવેલ. આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી ધનસુખભાઇ વોરા, રાજુભાઇ દોશી- ઉપપ્રમુખ, હર્ષદભાઇ વિઠ્ઠલાણી ઉપ પ્રમુખ,  કાંતીભાઇ જાવીયા ઉપ પ્રમુખ ઇશ્વરભાઇ બાંભોલીયા, ઇનચાર્જ મંત્રી ખજાનચી, સંજયભાઇ મહેતા-માનદ સહમંત્રી, અજીતસિંહ જાડેજા, વસંતભાઇ લીંબાસીયા સહખજાનચી, મયુરભાઇ, રમેશભાઇ ઝાલાવડીયા, મનસુખભાઇ પાંભર ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ પોતાનું સ્વૈચ્છીક યોગદાન આપવાનુ હોય, તેઓએ મો. ૯૮૨૫૨ ૧૮૨૩૬ /૯૮૨૫૦ ૭૫૧૯૮ ઉપર કરવા યાદીમાં જણાવાયુ છે.

(3:49 pm IST)