Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

ચાલો કેરમ રમીએ... નવરાશની પળોની આનંદ માણતું ઉકાણી પરિવાર

રાજકોટ : કોરોના વાયરસના પગલે લોકોને ફરજીયાત મને કે કમને ઘરે જ રહેવું પડે છે. ઘરમાં જ રહી આનંદ મળે તેવા નુસ્કાઓ અજમાવી રહ્યા છે ત્યારે રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ એવા બાનલેબના શ્રી મૌલેશભાઇ ઉકાણી તેમજ તેમનો સમગ્ર પરિવાર કેરમ રમી આનંદ સાથે સમય પસાર કરી રહયા છે. તસ્વીરમાં શ્રી ડાયાભાઇ ઉકાણી, શ્રીમતિ લાભુબેન ઉકાણી, શ્રી મૌલેશભાઇ ઉકાણી, શ્રીમતિ સોનલબેન ઉકાણી અને શ્રી જય ઉકાણી નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:47 pm IST)