Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

આજે નિરાંતે વાતો કરવી છે, પણ 'કોરોના' શબ્દ એક પણ વખત બોલવાનો નથી ! અદ્દભૂત

પ્રવર્તમાન મહામારીના મહાત્રાસ, મહાટેન્શનને નાથવા માટે અભય ભારદ્વાજની આ વાત માનવી જ રહી !!

રાજકોટ : જાણીતા ધારાશાસ્ત્રી, ઈન્ડિયન લો કમિશનના તત્કાલીન મેમ્બર તથા રાજયસભાના ભાજપના ઉમેદવાર શ્રી અભયભાઈ ભારદ્વાજે આજે કોરોના સામેના જંગમાં લોકડાઉન સમયે અને આ આફતને ભૂલવા અદ્દભૂત કીમીયો દર્શાવ્યો.

આજે બપોરે અભયભાઈ (મો. ૯૮૨૪૨ ૮૦૧૪૦) સાથે દાયકાઓના મૈત્રીપૂર્ણ - પારીવારીક સંબંધોના નાતે ફોનમાં વાત થતી હતી. તેમણે કહ્યુ કે કિરીટભાઈ આજે મારા દાયકાઓ જૂના મિત્ર ધારાશાસ્ત્રી શ્રી બીપીનભાઈ મહેતાનો ફોન આવ્યો. અમે વાતો શરૂ કરી તો કહે કે આજે ૩૦ મિનિટ વાતો કરવી છે પણ આપણે વાતચીતમાં 'કોરોના' શબ્દનો એક પણ વખત ઉલ્લેખ નહિં કરીએ!!

અને અભયભાઈ તથા આ બંને મિત્રોએ ૩૦ મિનિટ સુધી અલક - મલકની વાતો કરી, જૂની યાદો તાજી કરી અને કોરોનાના હાઉમાંથી, તેના સ્ટ્રેસમાંથી છૂટવાનો નવો ઉપાય શોધી કાઢ્યો.

શ્રી અભયભાઈ ભારદ્વાજે કહ્યંુ કે મેં મારા અંગત ૩૦-૪૦ મિત્રો - કુટુંબીજનો - વડીલોનું લીસ્ટ તૈયાર કર્યુ છે. દરરોજ ૫-૬ વડીલો - સ્નેહીઓ સાથે જૂની યાદ તાજા કરવાનો, તેમના હાલચાલ પૂછવાનો અને જીવનની યાદગાર પળો વાગોળવાનું નક્કી કર્યુ છે. આથી સ્હેજે રોજની ૧૦૦-૨૦૦-૩૦૦ મિનિટ કોરોાનાના ઉચ્ચાર કે ભય વિના પસાર કરી હળવાફુલ બની શકાય.

અભયભાઈની આ વાતનો આજના સંકટભર્યા સમયમાં સહુ યુવા - વડીલ ભાઈ - બહેનોએ અપનાવી લેવા જેવુ છે. વ્હોટ્સએપ, ફોન, મોબાઈલ, ટેલીગ્રાફ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર સહિતના સોશ્યલ નેટવર્કનો આ રીતે સદ્દઉપયોગ કરી સહુ કોઈ હળવા બની શકાય તેવી સંુદર આ વાત છે.

માત્ર મોર્નીંગ સંદેશા અને કરોડો લેખે ફરતા મૂકાતા શિખામણોના સંદેશા કરતા જૂની યાદો વાગોળવી, જીવનના યાદગાર પ્રસંગોની આપ-લે કરવી, હાસ્ય સર્જતી ઘટનાઓ વર્ણવવી, ખબર અંતર પૂછવા, જીવન કેમ વીતે છે તે જાણવુ ખૂબ ઉચિત બનશે.

મહામારીના ઉપદ્રવ સમયે શ્રી અભયભાઈ ભારદ્વાજ (૯૮૨૪૨ ૮૦૧૪૦)નું આ સુચન ખરેખર વધાવી લેવા જેવું અને રોજેરોજ અમલમાં મૂકવા જેવું છે.

(3:42 pm IST)