Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

લોકડાઉનના ૪થા દિવસે પણ અણસમજુ શહેરીજનો રસ્તા પર આવી જાય છેઃ ર૮ સામે ગુન્હો

રાજકોટ તા. ર૮ : લોકડાઉનમાં કામ સિવાય ઘરની બહાર નીકળવાની મનાઇ હોવા છતાં લટાર મારવા નીકળેલા ર૮ શખ્સેની પોલીસે ધરપકડ કરી છે.

મળતી વિગત મુજબ લોકડાઉનમાં જુદા-જુદા વિસ્તારોમાં દિવસ-રાત પેટ્રોલીંગ કરી રહેલા પોલીસ અધિકારી, જવાનો દ્વારા માઇકથી લોકોને ઘરમાં પુરાઇ રહેવા સતત અપીલ કરાઇ રહી છે જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે પણ દિવસમાં માત્ર  એક વખત અને બની શકે તો એકજ વ્યકિતએ નિકળવા અનુરોધ કરવામાં આવે છે. આમ છતા બહાર લોકડાઉનમાં શું સ્થિતિ છે? એ જોવાનો ઉન્માદ નહી રોકી શકતા અનેક લોકો વાહનો લઇને ચક્કર મારવા નીકળી પડે છે. ત્યારે ગઇકાલે અલગ-અલગ વિસ્તારોમાં વાહનો લઇને નિકળનારા અને દુકાન ખુલ્લી રાખી ભીડ એકઠી કરી સ્વચ્છતા અને ગ્રાહકો માટે સેનેટાઇઝર નહી રાખી જાહેરનામાનો ભંગ કરનારા ર૪ શખ્સોની અટકાયત કરી છે. જેમાં થોરાળા પોલીસે ભાવનગર રોડ અમુલ સર્કલ પાસે વિનાકારણે બહાર નીકળનારા વિમલ ચંદુભાઇ ભટ્ટી (ઉ.૪પ) (રહે. ખોડીયારપરા આવાસ યોજના કવાર્ટર) અને હિતેશ રવજીભાઇ બાબરીયા (ઉ.૩૦) (રહે. આજીડેમ ચોકડી, ભીમરાવનગર) ની, એ ડીવીઝન પોલીસે મુદુલ મધુરભાઇ ગાંધી (ઉ.પર) (રહે. વિજય પ્લોટ મેઇન રોડ), હિતેષ તરૂણભાઇ ભિંડોરા (ઉ.ર૪) (રહે. મોરબી રોડ ઓમ પાર્ક), હનીફ ઓસમાણભાઇ ખેરાણી (ઉ.૪૬) (રહે. હાથીખાના મેઇન રોડ), પંકજ પ્રકાશભાઇ અમલાણી (ઉ.૩૬) (રહે. લક્ષ્મીનગર આરએમસી કવાર્ટર નાનામવા રોડ)ની, ભકિતનગર પોલીસે કેદારનાથ સોસાયટી મેઇન રોડ પર કારણ વગર ચક્કર મારવા નીકળેલા જીજ્ઞેશ બાબુભાઇ સોરઠીયા (ઉ.ર૬) (રે. કેદારનાથ સોસાયટી કોઠારિયા રોડ), તથા આજીડેમ પોલીસે રણુજા મંદિર સામે કોઠારિયા રોડ પર ક્રિષ્ના નામની દુકાન ખુલ્લી રાખી ભીડ એકત્ર કરી ગ્રાહકો માટેસેનેટાઇઝર નહી રાખી જાહેરનામાં ભંગ કરનાર રમેશ કાનજીભાઇ નાકરાણી (ઉ.૪૮) (રહે. હુડકો પોલીસ ચોકીની બાજુમાં અરવિંદ મણીયાર સોસાયટી)ની, તીરૂપતી સોસાયટીના ગેઇટ પાસેથી જાહેરમાં ચક્કર મારવા નીકળતા નિખીલ હંસરાજભાઇ (પિત્રોડા (ઉ.ર૯) (રહે. તીરૂપતી સોસાયટી શેરી નં. ૬ કોઠારીયા રોડ), પીરવાડી પાસે ગણેશનગર મેઇન રોડ પરથી કૌશીક ધીરૂભાઇ મકવાણા (ઉ.ર૯) (રહે. હરી સોસાયટી શેરી નં.ર) ની તથા માલવીયાનગર પોલીસે મવડી ચોકડી પાસેથી ભરત કાંતિલાલ ગઢીયા (ઉ.૪૦) (રહે. નવલનગર-પ), કે.કે.વી. ચોક પાસેથી સચીન મેશભાઇ ચૌહાણ (ઉ.રર) (રહે. ગીરનાર સોસાયટી નં.ર)ની તથા પ્રનગર પોલીસે સીંધી કોલોની મેઇન રોડ પર 'જલારામ બેકરી' નામની દુકાન ખુલ્લી રાખી ભીડ એકઠી કરનાર ધનરાજ નારણદાસ આમલાણી (ઉ.૬પ)(રહે. સીંધી કોલોની પરસાણાનગર), જંકશન પ્લોટ મેઇન રોડ પર 'આકાશ સિઝન સ્ટોર્સ' નામની દુકાન ખુલ્લી રાખી ભીડ એકઠી કરનાર આકાશ સુંદરભાઇ આહુજા (ઉ.ર૬) (રહે. જંકશન પ્લોટ શેરી નં.૯) ની તથા ગાંધીગ્રામ પોલીસે ગાંધીગ્રામ લાખના બંગલાવાળા રોડ પર જાહેરમાં નીકળતા નૈમીશ જગદીશભાઇ રાઠોડ (ઉ.૩૦) (રહે. લાખના બંગલા પાસે સત્યનારાયણ નગર), જયદીપ નારણભાઇ વસોયા(ઉ.ર૯) (રહે.ગાંધીગ્રામ જીવંતીકાપરા શેરી નં.ર)ની તથા તાલુકા પોલીસે કટારીયા સર્કલ પાસેથી કાંતી તુલસીભાઇ સંચાણીયા (ઉ.પપ) (રહે. અંબીકા ટાઉનશીપ મેઇન રોડ), નાનામવા મેઇન રોડથી જોન્ટી સુધીરભાઇ માધવાણ (ઉ.રર) (રહે. ધરીત્રી એપાર્ટમેન્ટ ફલેટ નં. ૩૦૩), કટારીયા સર્કલ પાસેથી મહિપાલસિંહ કરમસિંહ જેઠવા (ઉ.૩૧) (રહે.એપલ એવીગન્સ એપાર્ટમેન્ટ ઇશ્વરીયા રોડ)ની તથાયુનિવર્સિટી પોલીસે કીડની હોસ્પિટલ પાસે શીલ્પન ઓનીકસ બીલ્ડીંગ સામેથી એકટીવા લઇને ચક્કર મારવા નીકળેલા પ્રદીપ લાલજીભાઇ પરમાર (ઉ.ર૧) (રહે. કાલાવડ રોડ સ્વસ્તીક પાર્ટી પ્લોટ યુનિટ નં.ર) રોહીત પરસોતભાઇ સોંદરવા (ઉ.રર) (રહે. કાલાવડ રોડ લક્ષ્મીનો ઢોરો) આકાશવાણી ચોક પાસેથી બાઇક પર ચક્કર મારવા નીકળેલા ભાવીન રમણીકભાઇ કંટારીયા (ઉ.ર૪) (રહે. નાણાવટી ચોક પાસે સતાધાર પાર્ક શેરી નં. ૧), નીલેશ નારણભાઇ ભીંભા (ઉ.ર૪) (રહે. સાધુવાસવાણી રોડ યોગેશ્વર પાર્ક), રૈયાધાર શીતલપાર્ક ચોકડી પાસેથી બાઇક લઇને નીકળતા સુનીલ પ્રફુલચંદ્રભાઇ કોટક (ઉ.૩૬) (રહે. અયોધ્યા ચોક, સિદ્ધિવિનાયક પાર્ક), શીતલપાર્ક  ચોકડી પાસેથી એકટીવા લઇને નિકળેલા જય પિયુષભાઇ વાઢેર (ઉ.રર) (રહે. અયોધ્યા ચોક બંસી રેસીડેન્સી ફલેટ નં.૩૦પ), ગુરૂજીનગર શાકમાર્કેટ પાસેથી યશ દિલીપભાઇ પોપટ (ઉ.૧૯) (રહે. ગુરુજીનગર આવાસ યોજના કવાર્ટર), અને આકાશવાણી ચોક પાસેથી સચીન બતુભાઇ ભારાય (ઉ.ર૦) (રેહ. યુનિ.રોડ જે.કે.ચોક)ની ધરપકડ કરી હતી.

(3:50 pm IST)