Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

વોર્ડ નં. રનાં વિવિધ વિસ્તારોમાં ફોગીંગઃ લોકોએ જયમીન ઠાકરની પીઠ થાબડી

રાજકોટઃ કોરોનાના સંક્રમણ સામે લેવાઇ રહેલા વિવિધ પગલાઓના ભાગરૂપે શહેરના વિવિધ સ્થળો પર ડિસઇન્ફેન્શનની કામગીરી કરવામાં આવી રહી છે. જો અન્વયે વોર્ડ નં. ર નાં કોર્પોરેટર જયમીનભાઇ ઠાકરનાં માર્ગદર્શન હેઠળ શ્રીજીનગર, ગીતગુર્જરી સોસાયટી, આરાધના સોસાયટી, આર.કે. પાર્ક, જસાણી પાર્ક, વસુંધરા સોસાયટી, ગ્રીન પાર્ક, સંકલ્પ સિધ્ધી સોસાયટી, દિવ્યસીધી સોસાયટી, સપનસીધી સોસાયટી, ઇન્કમટેકસ સોસાયટી, રૂચી બંગલો, શિવાજી પાર્ક, અશોક સોસાયટી, પાર્વતી પાર્ક, ચંદ્ર પાર્ક, સહીતની સોસાયટીમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું. આ કામગીરી કરવામાં આવતા લોકો એ સારો આવકાર આપ્યો હતો. આ સાથે લાલભાઇ પોપટ, કિરીટભાઇ પાઠક, ધૈર્ય પારેખ, દીપાબેન કાચા, જશુબેન વાસાણી, માધવીબેન ઉપાધ્યાય, પ્રિતેશ પોપટ, રાજુભાઇ પારેખ, નિલેશ તેરૈયા, જે. ડી. ઉપાધ્યાય, દિપક ભટ્ટ, મયુર દવે, વિલાસગીરી ગોસ્વામી, પ્રશાંત વાણી તથા સહિતના કાર્યકર્તાઓ જોડાયા હતાં.

(3:40 pm IST)