Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

શહેરની વિવિધ વોર્ડ ઓફિસો, રેલનગર સહિતના સ્થળો પર દવા છંટકાવઃ

રાજકોટઃ કોરોનાના સંક્રમણ સામે લેવાઈ રહેલા વિવિધ પગલાઓના ભાગ રૂપે શહેરના વિવિધ સ્થળો પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિસઇન્ફેકશનની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં આજે શહેરની વિવિધ વોર્ડ ઓફિસો, રેલનગર સહિતના વિવિધઙ્ગ સ્થળો પર છંટકાવ થઈ ગયેલ છે અને હજુ છંટકાવની પ્રક્રિયા ચાલુ છે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું. કમિશનરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરના મોરબી રોડ એરિયા, જકાતનાકા, સેટેલાઇટ સોસાયટી, બેડી ચોકડી વિસ્તાર, રેલનગર સમગ્ર વિસ્તાર, પોપટપરા જેલની પાછળ, પોપટપરા સમગ્ર વિસ્તાર, નાના મવા પાસેની કોર્પોરેશનની સ્કૂલ, આફ્રિકા કોલોની, મનપાની તમામ વોર્ડ ઓફિસો, સત્યમ પાર્ટી પ્લોટ પાસે મવડી મેઈન રોડ તેમજ અન્યો સ્થળોએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિસઇન્ફેકટની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ મનપાની ટીમ આ કાર્યવાહી કરી રહી છે.આ કામગીરી મ્યુનિ. કમિશનરના આદેશ અનુસાર ચીફ ફાયર ઓફિસર ડી.જે. ઠેબા ની નિગરાની હેઠળ થઈ રહેલ છે.

(3:39 pm IST)